વેસ્ટ ઈન્ડિઝના મુખ્ય કોચ ફિલ સિમંસ મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે ઈંગલેન્ડ સામે 8 જુલાઈથી શરૂ થનારા ત્રણ ટેસ્ટ મેચની સીરીઝથી પહેલા પોતાના સસરાના અંતિમ સંસ્કારના ભાગ લેવા જવાનું મોંઘુ પડ્યું છે. ક્રિકેટ વેસ્ટઈન્ડિઝ (સીડબલ્યુઆઈ)ના એક બોર્ડ સદસ્યએ તેને તુરંત બરખાસ્ત કરવાની માગ કરી છે. ક્રિકેટ વેસ્ટઈન્ડિઝના બોર્ડના સદસ્દ અને બારબાડોસ ક્રિકેટ સંઘ (બીસીઈ)ના પ્રમુખ કોંડે રીલેએ સિમંસની આ હરકતને લાપરવાહી કહી છે.

ખેલાડીઓના માતા-પિતા અને સદસ્યએ દર્શાવી નારાજગી
વેસ્ટ ઈન્ડિઝના આ પૂર્વ ઓલરાઉન્ડરે સીડબ્લ્યુઆઈની અનુમતિ લીધી હતી અને તે પરત આવ્યા બાદ ટીમથી અલગ રહ્યાં છે. રીલેએ જણાવ્યું કે, બીસીએ સાથે જોડાયેલા ખેલાડીઓના માતા-પિતા અને સદસ્ય મારી વાપસીથી નારાજગી જતાવી રહ્યાં છે. આવુ વર્તન લાપરવાહીવાળું છે. તેનાથી ઈંગલેન્ડ પ્રવાર ઉપર ગયેલા એ 25 યુવા ખેલાડીઓ અને સમગ્ર ટીમની જાન ઉપર જોખમ છે જે શાખી ન લેવાય. આપણે તેના ઉપર તુરંત કાર્યવાહી કરવી પડશે.


તમામ નિયમોનું કરાયું પાલન
14 સદસ્યની ટીમમાં 9 ખેલાડી બારબાડોસના છે, સીડબલ્યુઆઈએ કહ્યું કે, સિમંસે જૈવ સુરક્ષિત વાતાવરણથી બહાર જવા માટે અને વાપસી માટે પહેલા જ પરવાનગી લીધી હતી. બોર્ડે નિવેદનમાં જણાવ્યું કે, તેને બહાર જવા માટે અને પાછા જૈવ સુરક્ષિત વાતાવરણમાં વાપસી માટે મંજૂરી આપવામાં આવી હતી. તથા તેને સીડબલ્યુઆઈ અને ઈંગલેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડની ચિકિત્સા ટીમોની દેખરેખમાં રાખવામાં આવ્યાં હતાં. પ્રવાસ પહેલા આવી પરિસ્થિતિ માટે તૈયાર કરવામાં આવેલા નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.

ઈંગલેન્ડનો કેપ્ટન પણ નહી રમે પહેલો ટેસ્ટ મેચ
તેમાં જણાવવામાં આવ્યું કે, વાપી પછી સિમંસ પોતે ખેલાડીઓથી અલગ પૃથકવાસમાં ચાલ્યા ગયા હતા. તેમના શુક્રવારથી લઈને અત્યાર સુધીમાં કોવિડ-19ના બે પરિક્ષણ કરવામાં આવ્યાં છે. જે બંને નેગેટીવ આવ્યાં છે. તો આ તરફ ઈંગલેન્ડના કેપ્ટન જો રૂટને પણ તેમના બીજા છોકડાના જન્મ માટે ટીમનો સાથ છોડવાની અનુમતિ આપવામાં આવી છે. આ કારણે તે સાઉથેમ્પટનમાં પહેલો ટેસ્ટ રમી નહીં શકે.
- ભરૂચ/ માગણીઓ સ્વિકારવાના બદલે પોલીસ ફરિયાદ કરી, આરોગ્ય વિભાગ બચાવમાં આગળ આવ્યો
- સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિમાં રૂપાણીએ કોંગ્રેસ પર વરસાવ્યા વાક્બાણ
- વડોદરા ભાજપમાં ભડકો/ કોંગ્રેસના કોર્પોરેટર ભાજપમાં જોડાવાના હોવાની વાતો વહેતી થતાં કાર્યાલય પર કર્યો ઘેરાવ
- આ ખાસ બિઝનેસથી કમાઓ દર મહિને 1 લાખ રૂપિયા, બસ આટલો કરવો પડશે ખર્ચ
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં NSUIને ટિકિટ આપવા માગ, વોર્ડ દીઠ એક ટિકિટ આપવા રજૂઆત