GSTV
ANDAR NI VAT India News Trending

સ્મૃતિ ઇરાનીને 385 રૂપિયાનો ગેસ સિલિન્ડર મોંઘો લાગતો હતો, રૂ.1000નો સસ્તો લાગે છે

અભિનેતાઓ રાજનીતિમાં શા માટે સફળ થાય છે તેનું કારણ જડી ગયું છે. કારણ કે રાજનીતિમાં પણ તેઓ આલા દરજ્જાનો અભિનય કરી જાણે છે. ટેલિસ્ટાર સ્મૃતિ ઈરાની આવા અભિનેતા કમ રાજનેતાઓની સૂચિમાં ટોચના સ્થાન પર બિરાજે છે. જ્યારે યુપીએનું શાસન હતું ત્યારે સાલ 2014માં તેમને 385 રૂપિયાનો ગેસ સિલિન્ડર મોંઘો લાગતો હતો અને આ મામલે તેમણે દિલ્હીમાં ધરણા કર્યા હતા. આજે બાટલાની કિંમત રૂપિયા 1,000 હોવા છતાં તેઓ ચૂપ છે. આવા વ્યંગ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. આજે સ્મૃતિ ઈરાનીનો જન્મ દિવસ છે. તેમના જન્મ દિવસે સોશિયલ મીડિયા તેમના મીમ્સથી ભરાઈ ગયું છે. જેમાં મુખ્યત્વે ગેસ સિલિન્ડરના ભાવને લઈને આજથી આઠ વર્ષ પહેલા તેમણે કરેલા ધરણાના મીમ્સ છે.

સરકારે છેલ્લા બે દિવસમાં પેટ્રોલના ભાવમાં પોણા બે રૂપિયા અને ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 50નો વધારો કરી દેતા લોકો નારાજ છે અને સ્મૃતિ ઇરાનીને તેમના બર્થ ડે પર ટ્રોલ કરી રહ્યા છે.

નશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના નેતા અને સાંસદ સુપ્રિયા સુળેએ આ મામલે લોકસભામાં જબરદસ્ત વ્યંગ કર્યો હતો. તેમણે કહ્યું કે, ચૂંટણી હંમેશા ચાલતી રહેવી જોઈએ. જેથી પેટ્રોલના ભાવ નિયંત્રણમાં રહે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV