GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

PM મોદી અને મમતા બેનર્જી વચ્ચેનાં પોસ્ટકાર્ડ વૉરમાં થશે આટલા રૂપિયાનો અધધ ખર્ચો

ભાજપ દેશભરમાં પશ્યિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સામે જય શ્રીરામની ઝુંબેશ ચલાવી રહી છે. ભાજપ ૧૦ લાખ પોસ્ટકાર્ડ પર જય શ્રી રામ લખીને મમતા બેનરજીને તેમના સત્તાવાર નિવાસે મોકલશે. બીજી તરફ મમતા તરફથી પલટવાર કરતાં વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના સત્તાવાર નિવાસે ૨૦ લાખ પોસ્ટકાર્ડ મોકલશે.

ટીએમસી પોતાના પોસ્ટકાર્ડ પર જયશ્રી રામનો બદલો જય બાંગલા અને જય હિંદ લખીને લઇ રહી છે. આ પોસ્ટકાર્ડ વૉર પ્રજાના 3 કરોડ 49 લાખ 50 હજાર રૂપિયાનો ખર્ચો થવાનું અનુમાન છે. સરકારી આંકડા મુજબ એક પોસ્ટકાર્ડ બનાવવા માટે લગભગ  12.15 રૂપિયાનો ખર્ચ આવે છે, જયારે તે ફકત 50 પૈસામાં વેચાય છે.

એટલે કે એક પોસ્ટકાર્ડ પાછળ 11.65 રૂપિયાનું નુકસાન થાય છે. આ આંકડો 2016-17 પર આધારિત છે. 2019-20 વર્ષમાં આ આંકડો મોટો હોઇ શકે છે. મતલબ કે કુલ ૩૦ લાખ પોસ્ટ કાર્ડ પર સરકારી તિજોરીને લગભગ 3.5 કરોડનો બોજો લાગશે. જયારે રાજકીય પક્ષોનાં પોતાના રાજકીય ફાયદા માટેના આ યુદ્ઘમાં સામાન્ય પ્રજાને કોઇ જ ફાયદો થવાનો નથી !

સરકારી આંકડા મુજબ 2010-11માં એક પોસ્ટકાર્ડનો ઉત્પાદન ખર્ચ 7.49 રૂપિયા હતો, જયારે આવક માત્ર 50 પૈસા થતી હતી. ઉત્પાદન ખર્ચ 2016-17માં વધીને 12.15 રૂપિયા થઇ ગઇ છે, જયારે આવક તો 50 પૈસા જ રહી છે.

READ ALSO

Related posts

5 ઓગસ્ટથી શરૂ થતા જિમ અને યોગ સેન્ટર માટે સરકારે ગાઈડલાઈન કરી જાહેર, આ નિયમોનું પાલન કરવું પડશે

Karan

નદી કિનારે રમતા બાળકને મગર પાણીમાં ખેંચી ગયો, ચાર દિવસ બાદ પેટમાંથી મળ્યો

Pravin Makwana

શિવરાજસિંહની હોસ્પિટલમાંથી ઘરે જવાની મનની મનમાં રહી ગઈ, ફરી આવ્યા ખરાબ સમાચાર

Karan
Do NOT follow this link or you will be banned from the site!