GSTV
BUDGET 2022 Expectation Budget India News News Budget Trending

બજેટ ૨૦૨૨-૨૩ મોદી સરકાર પાસે છે આ અપેક્ષાઓ, આ ઉપાયો પર સરકાર ભાર મૂકે એ શક્યતા વધુ

જો સરકાર વધારે ખર્ચ કરે તો એ વિકાસને મદદરૂપ થાય. પણ મોનિટરી પોલિસીમાં નાણાંનો પુરવઠો/નાણાંની તરલતામાં ઉપર નાણાંનીતિ થકી કાપ મૂકવો પડે. પણ આમ કરવા જતા માંગને અસર થાય. કટોકટીને સમયે આઉટપુટ ગેપ અર્થવ્યવસ્થાના ઉત્પાદનથી કેટલી વધારે છે એને ધ્યાનમાં લઈને અર્થવ્યવસ્થાની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવા સંકલિત પોલીસી એક્શન જે થકી વિકાસને દોરી શકાય તે નક્કી કરવું પડે.

money

જ્યારથી the Fiscal Responsibility and Budget Management (FRBM)Act of ૨૦૦૩ અસ્તિત્વમાં આવ્યો ભારત નાણાકીય ખાધને ૩ ટકા સુધી મર્યાદિત કરવા મથી રહ્યું છે. નાણાકીય ખાધ નાણાકીય વરસ ૨૦૧૨માં ૫.૮ ટકાથી ઘટાડીને ૩.૪ ટકા નાણાંકીય વરસ ૨૦૧૯માં લાવી શકાઈ હતી પણ ત્યારબાદ કોવિડ મહામારીને કારણે ઊભી થયેલી કટોકટીમાંથી બહાર નીકળવા નાણાકીય ટેકો જરૂરી બન્યો. આ કારણથી FRBM જોગવાઈઓને બાજુ પર મૂકીને ૨૦૨૧માં નાણાકીય ખાદ્ય ૯.૫ ટકા અને ૨૦૨૨ના નાણાકીય વરસ માટે ૬.૮ ટકા રાખવામાં આવી જે મહામારીને કારણે અર્થવ્યવસ્થાને ગતિ આપવા નાણાંકીય પુરવઠો જોઈતો હતો તેને કારણે નાણાં ખાધ ધીરે ધીરે કાબૂમાં લાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો.

નાણાકીય ટેકા ઉપરાંત ભારતે મૈત્રીપૂર્ણ પોલીસી અખત્યાર કરી. આજે ભારતીય અર્થવ્યવસ્થામાં વ્યાજના દર અત્યાર સુધીમાં નીચામાં નીચા ૪ ટકા અને લાંબામાં લાંબા એટલે કે સીધા સાત ત્રૈમાસિકીગાળા માટે ચાલુ રાખવામાં આવ્યા છે. પ્રિ-પેન્ડેમિક વ્યાજના દર ૬.૮ ટકા રહેવા પામ્યા હતા. હાલમાં ઊંચી નાણાં ખાધ હોવા છતાં મોનેટરી પોલીસી વિકાસલક્ષી રહી છે એટલું જ નહીં પણ એવું માનીને ચાલે છે કે ફુગાવાનો દર ટૂંક સમયમાં જ મહત્તમ સપાટીએ પહોંચશે. દેશની નાણાકીય વ્યવસ્થા હળવાશથી ચાલે તે માટે સરકારના મહામારી પહેલાના માર્કેટ બોરોવિંગરેટ કરતા બમણા રહેવા પામ્યા હતા. ઊંચી નાણાખાધ આયાતોને મોંઘી બનાવે છે અને ચાલુ ખાતાને વધુ મોંઘો બનાવી બંને બાજુથી મારે છે.

ITR

નાણાકીય ખાધની અસર ફુગાવો, વ્યાજના દરો, ચલણી નાણાની અછત વિગેરે સર્જે છે. નાણાંખાધની અસર ઇક્વિટી ઉપર, જાહેર દેવા ઉપર અને કરન્સી ઉપર થાય છે. જોકે નાણાં ખાધ ઊંચા અને બિનઉત્પાદક જેવા કે સબસીડી પ્રકારના ખર્ચના કારણે ઊભી થાય તો એના કારણે કોર્પોરેટ અનગ ઊભા થતા નથી. કુલ મળીને ઊંચી નાણાકીય ખાધ ટૂંકા ગાળે હકારાત્મક પુરવાર થાય પણ વ્યાજના દર/ટેક્સ થોડા સમય ગાળા પછી ઊંચા જાય છે જે આ ફાયદાઓને ખાઈ જાય.

નાણાં ખાધને કાબૂમાં રાખવા માટે બજેટ સિવાયના ઉપાયો પર સરકાર ભાર મૂકે એ શક્યતા વધુ છે. જ્યારે બજારમાંથી બોન્ડ બહાર પાડી ઓછું બોરોઇંગ બતાવવા માટે લોન, ગેરંટી કે અન્ય રીતે સરકાર નાણાં ઊભા કરે છે ત્યારે નાણાં ખાધ ઓછી રહે અને નાણાકીય શિસ્તમાં સરકાર ચાલી રહી છે એવો આભાસ ઊભો થાય છે. અત્યારે જ્યારે કેન્દ્રિય બજેટને ફાઈનલ ટચ અપાઇ રહ્યો છે ત્યારે બજેટ ૨૦૨૨-૨૩ માટે કેન્દ્ર સરકાર રાહત આપવા માટે જો સરકારી પટારો ખોલે તો સરકારી ખર્ચ વધી જાય અથવા તો આવક જતી કરવી પડે એમ છે. સરકાર આ સ્થિતિમાં કયો રસ્તો અપનાવે છે તે જોવાનું રહે છે. ગત બજેટની વાત કરીએ તો એમાં ૭૦ ટકા એટલે કે ૧૪.૫૧ લાખ કરોડ જેટલી રકમ રિઝર્વ બેન્ક દ્વારા લેવામાં આવેલ પગલાં થકી ઊભી કરાઇ હતી.

જીડીપી

બજેટ ૨૦૨૨-૨૩ સામે સૌથી મોટો પડકાર ઘણી બધી અપેક્ષાઓને બજેટમાં રાહત, પ્રોત્સાહન અને ફંડિંગની અપેક્ષાના રૂટથી સંતોષવાનો છે. જીડીપીમાં ત્રીજો હિસ્સો ધરાવતા MSME ક્ષેત્રને બજેટમાં રાહત, પ્રોત્સાહન અને ફંડિંગની અપેક્ષા છે. ભારતમાં લગભગ ૬.૩૩ કરોડ જેટલા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ (SME) એકમો છે. આ એકમો થકી રોજગારીમાંઅને દેશના અર્થતંત્રમાં આ ક્ષેત્ર મોટો ફાળો આપે છે. તકલીફની વાત એ છે કે દેશના કુલ ૩૦ ટકા MSME મેન્યુફેક્ચરિંગમાં, ૩૬ ટકા ટ્રેડિંગ કે વ્યાપાર સાથે સંકળાયેલા છે. પણ સૌથી મોટી સમસ્યા કુલ ૬.૩૩ કરોડમાંથી ૬.૩૦ કરોડ એકમો સૂક્ષ્મ (માઈક્રો) છે, ૩.૩૧ લાખ લઘુ અને માત્ર પાંચ લાખ જ મીડીયમ કે મધ્યમ શ્રેણીમાં આવે છે. એકમ જેમ નાનું હોય તેમ તેની સમસ્યા વધારે વિકરાળ હોય છે. ઓછી મૂડી, ઓછા કામદારો અને સામે ખરીદનારાઓ મોટા હોય એટલે આ ક્ષેત્રને કોઇ અણધાર્યા ઝટકો લાગે તો એ સામે ઊભા રહેવાની ક્ષમતા બહુ મર્યાદિત હોય છે. આ કારણથી NPAની લિમિટમાં વધારો, તેમને કરેલ માલસામાનના સપ્લાય સામે સમયસર પેમેન્ટ મળી જાય તે, એકાએક માંગમાં વધારો અથવા ઘટાડો, આ બધામાંથી કોઈ એક પણ સામનો કરવાનો આવે તો બહુ ભારે પડી જાય છે. આમ MSME ક્ષેત્રની ઉપરોક્ત મર્યાદાઓ ઉપરાંત તેમની NPAની વ્યાખ્યા બદલાય અને કોલેટરલ ફ્રી લોનની મર્યાદા વધે તે ઉપરાંત અગાઉ ચર્ચી ગયા તે ક્ષેત્રમાં રાહત મળે એ અપેક્ષા સંતોષવી સરળ નથી.

Read Also

Related posts

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

ડોલર સામે રૂપિયો ઑલ ટાઈમ લો પર, જાણો ભારતીય કરન્સીમાં કેમ આવ્યો ઘટાડો

Hemal Vegda

ક્રૂડ સપ્લાય વધારવા વેનેઝુએલા પર લાદેલ પ્રતિબંધ દૂર કરવા અમેરિકાની વિચારણા

Hemal Vegda
GSTV