GSTV
Business News Trending

ખાદ્ય મોંઘવારીમાંથી રાહતની અપેક્ષા! ચોખા-ઘઉંના રેકોર્ડ ઉત્પાદનને કારણે 2022-23માં 3305 લાખ ટન અનાજનું ઉત્પાદન થયું

નાણાકીય વર્ષ 2022-23માં દેશમાં 3305 લાખ ટન અનાજનું ઉત્પાદન થયું હતું, જે એક રેકોર્ડ છે. મુખ્ય પાકોના ઉત્પાદનના ત્રીજા આગોતરા અંદાજ મુજબ, 2021-22ની સરખામણીમાં 2022-23માં ખાદ્યાન્નનું ઉત્પાદન 149.18 લાખ ટન વધુ રહ્યું છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ આંકડા જાહેર કર્યા છે. આ આંકડાઓ જાહેર કરતાં કૃષિ મંત્રીએ કહ્યું કે આ વર્ષે ચોખા, ઘઉં, મકાઈ, સોયાબીન, રેપસીડ, સરસવ અને શેરડીનું વિક્રમી ઉત્પાદન થયું છે. તેમણે કહ્યું કે ખેડૂતોની મહેનત, વૈજ્ઞાનિકોની કાર્યક્ષમતા અને સરકારની નીતિઓના કારણે કૃષિ ક્ષેત્ર સતત પ્રગતિ કરી રહ્યું છે.

ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ, 2022-23માં ચોખાનું ઉત્પાદન રેકોર્ડ 1355.42 લાખ ટન રહ્યું છે, જે ગયા વર્ષ કરતાં 60.71 લાખ ટન વધુ છે. ઘઉંના ઉત્પાદનનો રેકોર્ડ 1127.43 લાખ ટન રહ્યો છે, જે ગયા વર્ષ કરતાં 50.01 લાખ ટન વધુ છે. મકાઈનું ઉત્પાદન રેકોર્ડ 359.13 લાખ ટન નોંધાયું છે, જે 21.83 લાખ ટન વધુ છે. 2022-23માં મગનું ઉત્પાદન 37.40 લાખ ટન હતું, જે ગયા વર્ષ કરતાં 5.74 લાખ ટન વધુ છે. કઠોળનું કુલ ઉત્પાદન 275.04 લાખ ટન થયું છે, જે 2021-22ની સરખામણીમાં 2.02 લાખ ટન વધુ છે. તેલીબિયાંનું કુલ ઉત્પાદન 409.96 લાખ ટન હતું જે 30.33 લાખ વધુ છે. અને શેરડીનું ઉત્પાદન રેકોર્ડ 4942.28 લાખ ટન હતું જે 548.03 લાખ ટન વધુ છે.

વિવિધ પાકોના ઉત્પાદનના આ આંકડા રાજ્યો પાસેથી મળેલા પ્રતિસાદના આધારે તૈયાર કરવામાં આવ્યા છે, જે અન્ય સ્ત્રોતોમાંથી ચકાસવામાં આવ્યા છે. રાજ્યો તરફથી મળેલા પ્રતિસાદના આધારે આ આંકડાઓની ફરી સમીક્ષા કરવામાં આવશે. અનાજના વિક્રમી ઉત્પાદન બાદ માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ખાદ્ય મોંઘવારીમાં મોટી રાહત મળી શકે છે. ઘઉંના વિક્રમી ઉત્પાદનથી સૌથી મોટી રાત આવશે કારણ કે છેલ્લા એક વર્ષમાં ઘઉંની સાથે લોટના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે.

READ ALSO…

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

જન્મ કુંડળીમાં હંસ યોગ હોય તો કેવા પરિણામ મળે છે? જાણો

Hardik Hingu
GSTV