GSTV

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને લઈને 10 બિલિયન ડોલરની ડીલની ચર્ચાએ પકડ્યુ જોર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાતને લઈને ભારત અને અમેરિકા વચ્ચે અનેક ડીલ થવાની આશા છે. જો કે બંને દેશ વચ્ચે કોઈ મોટી ટ્રેડ ડીલ નહીં થાય. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને લઈને બંને દેશ વચ્ચે 10 બિલિયન ડોલર એટલે કે 70 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ પ્રસ્તાવિત ડીલની ચર્ચાએ જોર પકડ્યુ છે. જો કે ભારત આવતાં પહેલાં ટ્રમ્પે સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, મોટી બિઝનેસ ડીલ ભવિષ્ય માટે બચાવી રહ્યાં છે. કેમકે અમેરિકા પોતાને ત્યાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીની પહેલાં કે બાદમાં ડીલ થાય તેવી યોજના કરી રહ્યું છે.

ભારત-અમેરિકા અને ડીલ

 • બંને દેશના કેટલાંક પ્રતિનિધિઓએ ટ્રેડ ડીલ થાય તે માટે ઘણી મહેનત કરી
 • બંને પક્ષ વચ્ચે લગભગ ડીલ નક્કી થઈ હતી
 • અમેરિકાના અધિકારીઓએ મેગા ડીલની આવશ્યક્તાનો હવાલો આપ્યો અને ટ્રેડ ડીલથી પોતાના હાથ પાછા ખેંચ્યા
 • હાલ ટ્રેડ ડીલ હોલ્ડ પર રાખી
 • ભારતે મોટી બિઝનેસ ડીલ માટે થોડી રાહ જાવાની જરૂર
 • બંને દેશ વચ્ચે ટેરિફ ઘટાડવા અને માર્કેટ પર પ્રભુત્વ રાખવા કેટલાંક સ્વીકાર્ય પેકેજના મુદ્દે વાત થઈ હતી
 • અમેરિકાની માગ મેડિકલ ઉપકરણની કિંમતમાં રાહત અપાય
 • ભારતના ડેરી બજારમાં આધિપત્ય જમાવવાની માગ
 • હાર્લી ડેવિડસન બાઈક પરથી ડ્યૂટી ઘટાડવાની ઈચ્છા

જો કે ટ્રેડ ડીલ સિવાય બંને દેશ અન્ય સમજૂતીઓ સધાય તેવી શક્યતા છે. ટ્રમ્પની મુલાકાત પહેલાં એવું માનવામાં આવતું હતું કે ભારતે અમેરિકાની સાથે કોઈ મોટી ટ્રેડ ડીલ કરવાથી પાછી પાની કરી છે. જો કે ભારતના ઉચ્ચાધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતે નહીં પરંતુ અમેરિકાએ ટ્રમ્પની યાત્રા પહેલાં કોઈ મોટી બિઝનેસ ડીલ કરવાનો ઈનકાર કરી દીધો છે. ભારત અને અમેરિકાના બંને પક્ષોએ ટ્રમ્પની ભારત યાત્રા દરમિયાન ટ્રેડ ડીલ થાય તેના માટે ઘણી મહેનત કરી હતી. બંને પક્ષ વચ્ચે લગભગ ડીલ પણ નક્કી થઈ ગઈ હતી. પરંતુ અમેરિકાના અધિકારીઓએ મેગા ડીલની આવશ્યક્તાનો હવાલો આપતાં છેલ્લી ઘડીએ મોટી ટ્રેડ ડીલને લઈને પોતાના હાથ ખેંચી લીધા હતા અને હાલ તેને હોલ્ડ પર રાખી છે.

ભારત-અમેરિકા અને ડીલ

 • ભારતની માગ છે કે અમેરિકા જીએસપી પ્રક્રિયા ફરી શરૂ કરે
 • અમેરિકાએ ગત વર્ષે જૂનમાં જીએસપીમાંથી ભારતને બહાર કર્યુ
 • જીએસપી અંતર્ગત ભારતને અમેરિકામાં ૩૦૦૦થી વધુની પ્રોડ્કટ પર ડ્યૂટી ફ્રી એક્સપોર્ટની મંજૂરી હતી

અમેરિકા ભારતને કહ્યું કે એક મોટી બિઝનેસ ડીલ માટે ભારતે હજુ થોડી રાહ જોવાની જરૂર છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંને દેશ વચ્ચે અનેક ક્ષેત્રોમાં ટેરિફ ઘટાડવા અને માર્કેટ સર કરવા સ્વીકાર્ય પેકેજના મુદ્દે વાત થઈ હતી. જેમાં અમેરિકાની માગ હતી કે કેટલાંક મેડિકલ ઉપકરણોની કિંમત પર રાહત આપવામાં આવે. આ ઉપરાંત અમેરિકા ભારતના ડેરી બજારમાં પણ પહોંચ્વા માગે છે. તેમજ હાર્લી ડેવિડસન બાઈક પરથી ડ્યૂટી ઘટાડવાની પણ ઈચ્છા રાખે છે. તો ભારતની માગ રહી છે કે અમેરિકા જીએસપી પ્રક્રિયા ફરી શરૂ કરે. અમેરિકાએ ગત વર્ષે જૂનમાં જીએસપીમાંથી ભારતને બહાર કર્યુ હતું. જીએસપી અંતર્ગત ભારતને અમેરિકામાં 3000થી વધુ કેટલીક પ્રોડક્ટ પર ડ્યૂટી ફ્રી એક્સપોર્ટની મંજૂરી મળતી હતી.

ભારત-અમેરિકા અને ડીલ

હોમલેન્ડ સિક્યોરિટીને બદલે ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે મહત્વની ડીલ પર ધ્યાન
પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની દ્વીપક્ષીય બેઠકમાં આ ક્ષેત્રે ડીલની શક્યતા

મુલાકાતથી બંને દેશ વચ્ચેનો તણાવ ઘટશે

અમેરિકી પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતની સાથે વેપાર અને આર્થિક સંબંધ અમેરિકા માટે મહત્વપૂર્ણ છે તેવી જ રીતે અમેરિકાનું માર્કેટ ભારત સરકાર માટે મહત્વપૂર્ણનું છે. જો કે તે વાત પણ એક હકિકત છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં ભારત અને અમેરિકાના સંબંધો વચ્ચે ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યાં છે. ટ્રમ્પની યાત્રા દરમિયાન હોમલેન્ડ સિક્યોરિટીને બદલે ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે મહત્વની ડીલ પર ધ્યાન વધુ કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ત્યારે પીએમ મોદી અને યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં આ ક્ષેત્રે ડીલ થાય તેવી શક્યતા છે. આ મુલાકાતમાં બંને દેશ વચ્ચે કોઈ મોટી ટ્રેડ ડીલ તો નહીં થાય પરંતુ નિષ્ણાંતો માને છે કે આ મુલાકાતથી બંને દેશ વચ્ચેનો તણાવ ઘટશે જેનાથી લાંબા ગાળે બંને દેશોને ફાયદો જરૂરથી મળશે.

READ ALSO

Related posts

કોરોનાનો ચેપ લાગ્યો અને કંઇ થયું તો ગુજરાત સરકાર આપશે 25 લાખ રૂપિયા, રૂપાણી સરકારે કરી જાહેરાત

pratik shah

કરમની કઠણાઈ: લોકડાઉનમાં વતન જવા 400 કિમી પગપાળા ચાલ્યા તો બોર્ડર બંધ, પાછી ઉલટી સફર ચાલુ કરી

Ankita Trada

આ રીતે હરાવાશે કોરોના, સુરતની મહિલા ડોક્ટરને પરેશાન કરતા પડોશી, કોરોના તો નથી ને!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!