GSTV

EXIT POLL: ભાજપ સંકટમાં, રાજસ્થાનમાં સૂપડાં સાફ તો MPમાં બહુમતી મુશ્કેલીમાં

Last Updated on December 7, 2018 by Karan

છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલગાંણા અને મિઝોરમ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. ત્યારે 5 વાગ્યા સુધીમાં રાજસ્થાનમાં 72 ટકા જેટલું મતદાન યોજાયું છે. વરિષ્ઠોના મત પ્રમાણે રાજસ્થાનમાં સારી માત્રમાં મતદાન યોજાયું છે. તો મીડિયાની તમામ ચેનલો દ્વારા એક્ગ્ઝિટ પોલ કરવામાં આવ્યા છે. રાજસ્થાન અને તેલંગાણામાં વોટિંગ પૂર્ણ થતાંની સાથે જ પાંચ રાજ્યના એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે. મધ્યપ્રદેશ માટે અત્યાર સુધીમાં બે સર્વે સામે આવ્યાં છે. એક્સિસ માઈ ઈન્ડિયા-ઈન્ડિયા ટુડેના સર્વેમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સત્તા માટે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ટાઈમ્સ નાઉ-CNXના સર્વેમાં ભાજપને બહુમત મળવાનું અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. તો છત્તીસગઢમાં બે સર્વેમાં ભાજપની સરકાર બનશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

રાજસ્થાનમાં ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે. ચૂંટણીમાં 72 ટકાથી વધુ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ત્યારે જુદી જુદી સંસ્થાઓ અને ચેનલના એગ્ઝિટ પોલ પણ સામે આવી ગયા છે. ટાઇમ્સ નાઉ-સીએનએક્સના એક્ઝીટ પોલમાં કોંગ્રેસ સત્તાનું સુકાન સંભાળી રહી હોવાનું બતાવાયું છે. ટાઇમ્સ નાઉ સીએનએક્સના એક્ઝીટ પોલમાં ભાજપને 85 બેઠક અને કોંગ્રેસને 105 બેઠક મળી રહી હોવાનો દાવો કરાયો છે. જ્યારે કે અપક્ષ અને અન્યને 9 બેઠક મળવાની સંભાવના દર્શાવાઇ છે.

મધ્યપ્રદેશમાં 230 સીટ છે. તે માટે 28 નવેમ્બર મતદાન થયું હતું. 75% લોકોએ મતદાન કર્યું હતું. 2013માં ભાજપે 165 અને કોંગ્રેસે 58 બેઠક જીતી હતી.

રાજસ્થાનની અેક્ઝિટ પોલમાં સ્થિતિ

મધ્યપ્રદેશમાં 230 સીટ છે. તે માટે 28 નવેમ્બર મતદાન થયું હતું. 75% લોકોએ મતદાન કર્યું હતું. 2013માં ભાજપે 165 અને કોંગ્રેસે 58 બેઠક જીતી હતી.

સર્વેભાજપકોંગ્રેસઅન્ય
એક્સિસ માઈ ઈન્ડિયા- ઈન્ડિયા ટુડે55-72119-14104-11
ટાઈમ્સ નાઉ-CNX8510509
રીપબ્લિક સી વોટર83-10381-10115
ન્યૂઝ નેશન89-9399-10300

છત્તીસગઢમાં ભાજપનો છે દબદબો

છત્તીસગઢમાં 90 સીટ છે. અહીં 12 નવેમ્બર અને 20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થયું. ગત વખતે ભાજપે 49 અને કોંગ્રેસ 39 સીટ જીતી હતી. બસપાના ખાતામાં એક જ સીટ આવી હતી, પરંતુ તેમની મતદાનની ટકાવારી 4.4% રહી હતી. બસપા અને જોગીની પાર્ટીમાં આ વખતે ગઠબંધન છે. જોગીએ 2016માં કોંગ્રેસથી અલગ થઈ પાર્ટી બનાવી હતી.

જ્યારે કે આજતક-એક્સીસના એક્ઝીટ પોલમાં પણ રાજસ્થાનમાં રાજેને ઝટકો આપનારો અહેવાલ છે. જેમાં ભાજપને 55થી 72 અને કોંગ્રેસને 119થી 141 બેઠક મળવાની સંભાવના દર્શાવાઇ છે. જ્યારે કે અન્યને ચારથી 11 બેઠક મળી શકે છે. રિપબ્લીક-સી વોટર મુજબ રાજસ્થાનમાં ભાજપને 83થી 103 બેઠક અને કોંગ્રેસને 81થી 101 બેઠક મળી શકે છે. જ્યારે કે અન્યને 15 બેઠક મળી રહી હોવાની સંભાવના દર્શાવાઇ છે. ઇન્ડિયા ન્યૂઝ-નેતાના એક્ઝીટ પોલમાં ભાજપને 80 બેઠક તો કોંગ્રેસને 112 બેઠક મળી રહી હોવાની વાત કહેવામાં આવી છે. આ એક્ઝીટ પોલમાં અન્યને 07 બેઠક મળી શકે છે.

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!