GSTV
Home » News » એક્ઝિટ પોલમાં NDA 300 અને ભાજપ 267ને પાર, તેમ છતાં ભાજપનાં નેતા કેમ છે પરેશાન?

એક્ઝિટ પોલમાં NDA 300 અને ભાજપ 267ને પાર, તેમ છતાં ભાજપનાં નેતા કેમ છે પરેશાન?

narendra-modi-amit-shahj

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ બંને કેન્દ્રમાં NDA સરકાર બનાવવા માટે આત્મવિશ્વાસ બતાવી રહ્યા છે. આ આત્મવિશ્વાસ એક્ઝિટ પોલના પરિણામોએ આપ્યો છે. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ડૉ. મુરલી મનોહર જોશી અને લાલ કૃષ્ણ અડવાણીનાં અમુક નજીકના લોકો અને કેટલાંક રાજ્યોમાં ફરીને પ્રચાર કરનારા નેતાઓને એક્ઝિટ પોલ ઉપર વિશ્વાસ નથી.

sushma swaraj bungalows

મેરઠનાં એક મોટા નેતાને લાગી રહ્યુ છેકે, 23મેના પરિણામમાં ભાજપની સીટો ઘટશે. ત્યારે 23 મેના પરિણામોને લઈને કેટલાંક ભાજપનાં નેતાઓની બેચેની વધેલી છે. સૂચના કાર્યાલયે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની કવરેજ  માટે પરિણામ આવતા પહેલાં જ તૈયારી શરૂ કરી દીધી છે. તો રાષ્ટ્રપતિ ભવનના અધિકારી મુજબ ત્યાં પણ નવી સરકારને શપથ અપાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

મંત્રાલયનાં સચિવે ચૂંટણીમાં ડ્યુટી ઉપર તૈનાત IIS કેડરનાં અમુક ઓફિસરોને બોલાવીને રાજ્યવાર વિગતો માંગી છે. જ્યારે કાયદા મંત્રાલયનાં એક એડિશનલ સેક્રેટરીને લાગે છેકે, એક્ઝિટ પોલે સીટોની સંખ્યા વધુ દેખાડી છે. ગૃહમંત્રાલયનાં એક અધિકારી મુજબ 23 મેએ આવનારા પરિણામોમાં ઉલટ ફેર દેખાઈ શકે છે. ભાજપનાં એક નેતાનું કહેવું છેકે, તેમણે બધાજ કેન્દ્રીય નેતાઓ સાથે મંત્રણા કરી છે.

સૂત્ર મુજબ, NDA સહિત ભાજપને દિલ્હીમાં 5, ગુજરાતમાં 21, મધ્યપ્રદેશમાં 18, છત્તીસગઢમાં 4, રાજસ્થાનમાં 19, ઉત્તરપ્રદેશમાં 38, બિહારમાં 28, ઝારખંડમાં 4, હરિયાણામાં 6, પંજાબમાં 4, મહારાષ્ટ્રમાં 31, અસમ સહિત પૂર્વોત્તરમાં 17, તામિળનાડુમાં 4, ગોવામાં 2, જમ્મૂ-કાશ્મીરમાં 2 અને ચંદીગઢમાં 1 સીટ જીતશે. આમ NDAને 248 સીટો મળવાનું અનુમાન છે. દિવસભર ભાજપનાં કેટલાંક નેતાઓ સાથે ઓફ ધ રેકોર્ડ ચર્ચા થઈ હતી. લગભગ દરેકનું માનવું છેકે, એક્ઝિટ પોલમાં સીટો વધારે કરીને બતાવવામાં આવી રહી છે.

PM Modi coalition

પરંતુ ભાજપના નેતાઓમાં એક વિશ્વાસ માથે ચડીને બોલી રહ્યો છે. દરેકનું માનવું છેકે, પરિણામમાં સૌથી મોટું દળ ભાજપ અને સૌથી મોટુ રાજકીય ગઠબંધન NDAનું રહેશે. સરકાર ભાજપની બનશે, પ્રધાનમંત્રી મોદી જ બનશે, પરંતુ ભાજપ અધ્યક્ષની જવાબદારી નીતિન ગડકરીને સોંપી શકે છે. ભાજપનાં અધ્યક્ષ અમિત શાહને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહનાં સ્થાને લઈ શકે એવું 6-7 ભાજપનાં નેતાઓનું માનવું છે. વિપક્ષ જ્યાં એક્ઝિટ પોલનાં આંકડાને સાચા માનીને અકળાઈ રહ્યા છે.ત્યાં સત્તા પક્ષનાં નેતાઓ ઓફ ધ રેકોર્ડ વાતચીતમાં એક્ઝિટ પોલનાં આંકડાઓ ઉપર શંકા કરી રહ્યા છે.

read also

Related posts

ઋતિકની Super 30 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ, આ કારણે લટકી રહી છે તલવાર

Arohi

જો ભારત અને પાકિસ્તાનનો મેચ રદ્દ થાય તો થશે આટલા કરોડનું નુકસાન

Kaushik Bavishi

શૂંટિગથી સમય કાઢીને સુવર્ણ મંદિર પહોંચ્યો કાર્તિક આર્યન, જુઓ ફોટાઓ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!