GSTV
Home » News » Exit Poll માં BJP ને બહુમત, સત્તા પર આવતાં જ મોદી લઇ શકે છે આ 7 મોટા નિર્ણયો

Exit Poll માં BJP ને બહુમત, સત્તા પર આવતાં જ મોદી લઇ શકે છે આ 7 મોટા નિર્ણયો

exit poll pm modi

સમગ્ર દેશમાં આ સમયે એક્ઝિટ પોલની ચર્ચા થઇ રહી છે. ઇન્ડિયા ટુડે અને એક્સિસ માય ઇન્ડિયાએ અનુમાન લગાવ્યું છે કે નરેન્દ્ર મોદીની ફક્ત વાપસી જ થવા નથી જઇ રહી પરંતુ આ વાપસી એકદમ ધમાકેદાર થવાની છે. આવી ધમાકેદાર વાપસી વિશે અનુમાન છે કે 2014ના રેકોર્ડ પણ તોડી શકે છે.

ઇન્ડિયા ટુડે અને એક્સિસ માય ઇન્ડિયાએ એનડીએની સરેરાશ 352 સીટનું અનુમાન લગાવ્યું છે. જે ગત વખતના એનડીએના ફાઇનલ આંકડા 336 કરતાં પણ વધુ છે. તેવામાં સૌકોઇની નજર હવે 23 મે પર ટકેલી છે.

જો મોદી સરકાર કેન્દ્રમાં એક મોટી તાકાત સાથે વાપસી કરે તો આશા છે કે સરકાર સૌપ્રથમ ધીમે-ધીમે તે નિર્ણય લેશે. જે તેને એજન્ડામાં છે. નિર્ણય નોટબંધી જેવા સખત પણ હોઇ શકે છે. કારણ કે ખુદ નરેન્દ્ર મોદીનું કહેવું છે કે દેશહિતમાં મોટા નિર્ણય લેવામાં તેમણે ક્યારેય પીછેહઠ નથી કરી.

બેનામી સંપત્તિ પર પ્રહાર

મોદી સરકાર 2014માં આવતા જ નોટબંધી અને જીએસટી જેવા સખત પગલા લીધાં જેણે સૌકોઇને ચોંકાવી દીધા હતા. વિપક્ષે આ નિર્ણયોની નિંદા કરી પરંતુ મોદી સરકાર પૂરી તાકાત સાથે આગળ વધી. આ ઉપરાંત નરેન્દ્ર મોદી ઘણીવાર બેનામી સંપત્તિનો ઉલ્લેખ કરી ચુક્યા છે. જો સત્તામાં તેમની સંપૂર્ણ બહુમત સાથે વાપસી થાય તો તે બેનામી સંપત્તિ પર પ્રહાર કરી શકે છે.

GSTમાં સુધાર

automated GST refund

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને લઇને હજુ પણ લોકોમાં મુંઝવણ છે. શરૂઆતમાં જીએસટીને લઇને નાના-મોટા વેપારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પહેલાં સરકાર સતત જીએસટી દરોમાં સમીક્ષા કરી લોકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો. હવે આશા રાખવામાં આવી રહી છે કે જો મોદી સરકાર સત્તામાં પરત ફરે તો પછી જીએસટીમાં મોટો બદલાવ જોવા મળે તેવી શક્યતા છે.

એક દેશ એક ચૂંટણી પર નિર્ણયની શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એજન્ડામાં એક સાથે એક ચૂંટણી એટલે કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે થાય તે ઘણા સમયથી રહ્યો છે. તે આ અંગે રાજ્યો સાથે પણ વાત કરતી આવી છે પરંતુ કોઇ નિર્ણય લેવાયો નથી. હવે જો સંપૂર્ણ સત્તા ભાજપના હાથમાં હશે તો નરેન્દ્ર મોદીનો આ એજન્ડા પૂરો થઇ જશે છે.

NRC મુદ્દે આગળ વધશે સરકાર?

પૂર્વોત્તરમાં એનઆરસીનો મુદ્દો આ વખતે ચૂંટણીમાં છવાયેલો રહ્યો. આસામ-અરુણાચલમાં જે પ્રકારે વિરોધ થયો તે છતાં બીજેપી આ મુદ્દે આગળ વધી તેનાથી તે વિપક્ષ પર ભારે પડી છે. બીજેપીએ એનઆરસીને દેશભરમાં લાગુ કરવાનું વચન આપ્યું છે. તેવામાં એક્ઝિટ પોલનું પરિણામ જો સાચુ સાબિત થયું તો નવી કેન્દ્ર સરકાર તેને હકીકતમાં તબદીલ કરી શકે છે.

સમાન નાગરિક કાયદો

દરેક નાગરિક માટે એક જ કાયદાનો મુદ્દે બીજેપી ઘણા સમયથી ઉઠાવતી રહી છે. એટલે કે કોઇપણ ધાર્મિક કાયદાના સ્થાને ફક્ત બંધારણીય કાયદો લાગુ થશે. જેના અંતર્ગત દરેક પરિવારમાં બે બાળકો, લગ્ન, સંપત્તિના અધિકાર નિયમિત કરી શકાશે. એક્ઝિટ પોલના પરિણામ સાચા સાબિત થાય તો ભારતીય જનતા પાર્ટી આ તરફ આગળ વધી શકે છે.

આતંકવાદ પર વધુ સખત નિર્ણયો

આતંકવાદને લઇને મોદી સરકારનું વલણ સખત છે. 282 બેઠકોના દમ પર જ બીજેપીની સરકારે પાકિસ્તાન વિરુદ્ધ સખત વલણ અપનાવ્યું. તે પછી સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી એરસ્ટ્રાઇક. એક્ઝિટ પોલ અનુસાર જો બીજેપી ફરીથી સત્તા પર આવે તો પાકિસ્તાન વિરુદ્ધ સખત નિર્ણયો લેવા પર વધુ ભાર મુકી શકે છે.

ત્રિપલ તલાક પર મોટો નિર્ણય

મુસ્લિમ મહિલાઓને હક અપાવવાની વાત પર બીજેપીએ સંસદમાં ત્રિપલ તલાક બિલ રજૂ કર્યુ. જેમાં પોતાની પત્નીઓને ત્રિપલ તલાક આપનાર મુસ્લિમ પુરુષો વિરુદ્ધ એક્શન લેવાની વાત કરવામાં આવી છે. બીજેપી આ બિલને લોકસભા-રાજ્યસભામાં લાવી ચુકી છે. પરંતુ વિપક્ષે દર વખતે અડચણ ઉભી કરી છે. જો બીજેપી સત્તામાં વાપસી કરે તો મુસ્લિમ મહિલાઓના હિતમાં નિર્ણય લેવાઇ શકે છે.

Read Also

Related posts

જો તમે તમે ધીમા નેટથી છો પરેશાન, તો આ એપ છે તે સમસ્યાનો ઉકેલ

Path Shah

ચંદ્રયાન -2એ 2650 KM દૂરથી લીધો ચંદ્રનો પહેલો ફોટોગ્રાફ્, કંઈક આવો હતો નજારો

Path Shah

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં સાથે પીએમ મોદીની મુલાકાત, આતંકવાદ પર થશે વાત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!