GSTV
Home » News » અમેઠીથી રાહુલ ગાંધી અને મૈનપુરીથી મુલાયમ હારશે? : આ છે ગણિતો

અમેઠીથી રાહુલ ગાંધી અને મૈનપુરીથી મુલાયમ હારશે? : આ છે ગણિતો

Chandrababu Naidu

લોકસભા ચૂંટણી પરિણામ પહેલા આવેલા એક્ઝિટ પોલમાં મોટાભાગના પરિણામો એનડીએ તરફી છે. 23મીને હવે વાર નથી આમ છતાં એક્ઝિટ પોલ બાદ અતિ ઉત્સાહમાં છે. સૌથી મોટી બાબત એ છે કે, આ એક્ઝિટ પોલમાં મૈનપુરીથી મુલાયમ સિંહ યાદવ અને અમેઠીથી રાહુલ ગાંધી હારી રહ્યાં હોવાના દાવા કરાઈ રહ્યાં છે. એક્ઝિટ પોલના આંક અનુસાર ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકમાં સપા-બસપાનું ગઠબંધન ભલે આગળ રહ્યું પણ ભાજપનો દબદબો આજે પણ જળવાઈ રહ્યો છે.

અમેઠીથી રાહુલ ગાંધીની હાર થાય તો સ્મૃતિ ઇરાનીનું કદ ભાજપમાં વધે તેવી પૂરી સંભાવના છે. આ તો હા ના પરિણામો છે પણ એક્ઝિટ પોલમાં એ સ્પષ્ટતા નથી કે આ બંને બેઠકો સપા અને કોંગ્રેસને મળી રહી છે. એક્ઝિટ પોલના માહોલ વચ્ચે આ વચ્ચે સટ્ટા બજાર પણ પીએમ મોદી પર મહેરબાન હોય તેમ નજરી આવી રહ્યું છે. એક્ઝિટ પોલના પરિણામોની જેમ સટ્ટા બજારમાં પણ લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએની જીત બતાવાઈ રહી છે. જોકે મુંબઈને છોડીને મોટાભાગની જગ્યાઓએ સટ્ટાબાજ એક્ઝિટ પોલની સરખામણીમાં થોડી ઓછી બેઠકો આપી રહ્યા છે. સટ્ટા બજાર ભાજપને 238થી 245 બેઠકોનું અનુમાન કરે છે.

રાજસ્થાનમાં સટ્ટા બાજ ભાજપને 242થી 245 બેઠકો આપી રહી છે. જ્યારે દિલ્હી સટ્ટા બજાર 238થી 241 બેઠકો આપી રહી છે. મુંબઈ સટ્ટાબજાર પણ એનડીએ સાથે છે. મુંબઈ સટ્ટાબાજોનું માનવું છે કે ભાજપ-એનડીએ આસાનીથી 300 બેઠકો પાર કરી શકે છે. સટ્ટાબજારમાં સટ્ટાબાજો અન્ય દળોની જીત અને ભાજપને બહુમત ન મળવાનું અનુમાન લગાવીને પણ પૈસા લગાવી રહ્યા છે. મુંબઈના સટ્ટાબાજોના કહેવા પ્રમાણે કોંગ્રેસના નેતૃત્વમાં મહાગઠબંધન 150 બેઠકો સાથે એનડીએથી ઘણું પાછળ રહી શકે છે. એટલું જ નહીં વ્યવસાય ઉદ્યમીઓમાં પણ પીએમ મોદીને વધુ સમર્થન જોવા મળી રહ્યું છે.


ભાજપની આગેવાનીવાળા એનડીએના વરિષ્ઠ નેતાઓ આજે બેઠક યોજવાના છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેવાના છે. આ બેઠકમાં બિહારના મુખ્યપ્રધાન અને જેડીયુ અધ્યક્ષ નીતિશ કુમાર હાજર રહેશે. એલજેપીના નેતા રામવિલાસ પાસવાન પણ હાજર રહેશે. જોકે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને અકાલીદળના પ્રકાશસિંહ બાદલ હાજર નહીં રહે. ભાજપ કાર્યાલયમાં કેન્દ્રીય પ્રધાન સહિત ભાજપના નેતાઓની એક બેઠક સહયોગી પક્ષોની સાથે ડીનર પહેલા યોજાશે. એક્ઝિટ પોલમાં ભાજપ સમર્થિત એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાના પૂર્વાનુમાન સામે આવ્યા બાદ ભાજપ દ્વારા ડીનરનું આયોજન કરાયું છે. ચૂંટણી સર્વે પ્રમાણે એનડીએને 303 જેટલી બેઠક મળી રહી છે. જ્યારે લોકસભામાં બહૂમતીનો આંકડો 272 છે. જે આંકડાને એનડીએ વટાવી શકે છે. જેથી દેશમાં ફરીવાર એનડીએ સરકાર બનાવનો દાવો ચૂંટણી સર્વેમાં કરવામાં આવી રહ્યો છે.

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

Kaushik Bavishi

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!