GSTV
Home » News » કમલનાથ નહીં બની શક્યા એમપીના નાથ, કોંગ્રેસને ન થયો લોકસભામાં ફાયદો

કમલનાથ નહીં બની શક્યા એમપીના નાથ, કોંગ્રેસને ન થયો લોકસભામાં ફાયદો

11 એપ્રિલે શરૂ થયેલા લોકસભા ચૂંટણી 2019ના મતદાનનો આજે છેલ્લો દિવસ હતો. સાતમાં તબક્કાનું મતદાન આજે સાંજે 6 વાગ્યે પૂર્ણ થઈ ગયું છે. ત્યારબાદ તમામ એજન્સીના એક્ઝિટ પોલ સામે આવશે. જો કે આ તમામ એજન્સીઓ ચૂંટણી પંચના ધારા ધોરણનું પાલન કરવું ફરજીયાત છે. જેમ કે દરેક ન્યૂઝ ચેનલે અથવા એજન્સીઓએ એ દર્શાવવાનું રહેશે કે આ એક્ઝિટ પોલ અંતિમ પરિણામ નથી અંદાજ છે. ચૂંટણીનું અંતિમ પરિણામ 23 મેના રોજ જાહેર કરવામાં આવશે.

એક્સિસ માય ઈન્ડિયાનો પોલ

મધ્યપ્રદેશમાં કુલ 29 લોકસભાની સીટો છે. એક્ઝિટ પોલ અનુંસાર મધ્યપ્રદેશમાં કોગ્રેસને 1થી 3 સીટો મળવાનું અનુમાન છે. જ્યારે ભાજપને 26 થી 28 સીટો મળવાનુ અનુંમાન છે. મહત્વપૂર્ણ છે કે વર્તમાનમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે.

ટાઈમ્સ-નાઉ VMRનો પોલ

ટાઈમ્સ નાઉ VMR મુજબ મધ્યપ્રદેશમાં ભાજપને 21 અને કોંગ્રેસને 8 સીટો મળવાનું અનુમાન છે.

REPUBLIC સીવોટરનો પોલ

રિપબ્લીક સી વોટરના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 24 સીટો મળી શકે છે. તો કોંગ્રેસને 5 સીટો મળવાનું અનુમાન છે.

ટુડેઝ ચાણક્યનો પોલ

ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ મધ્યપ્રદેશમાં ભાજપને 27 સીટો મળવાનું અનુમાન છે. તો કોંગ્રેસને 2 સીટો જ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. મધ્યપ્રદેશમાં ભાજપને 2014માં 54 ટકા મતો મળ્યા હતા, ત્યારે અનુમાન મુજબ આ વખતે 48.7 ટકા જ મતો મળી શકે છે. તો કોંગ્રેસને 2014માં 34.9 ટકા મત મળ્યા હતા. ત્યારે આ વખતે 41.2 ટકા મતો મળવાનું અનુમાન છે.

READ ALSO

Related posts

5મી જુલાઈએ મોદી સરકાર પોતાના કાર્યકાળનું બીજુ બજેટ રજૂ કરશે, આ સેક્ટરને આપી શકે છે પ્રોત્સાહન

Mayur

પુલવામામાં સુરક્ષાબળો અને આંતકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર

Mansi Patel

પાકિસ્તાનની સંસદમાં બૅન થયો ‘સિલેક્ટેડ પ્રાઈમ મિનિસ્ટર’

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!