GSTV
Home » News » Exit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે?

Exit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે?

લોકસભા ચૂંટણીનું રણમેદાન પુરૂ થયું છે. અંતિમ તબક્કામાં 59 બેઠકો પર થયેલા મતદાન સાથે જ 543 સીટોનું ભાવિ ઇવીએમમાં કેદ થયુંછે. સરકાર બનાવવા માટે 272 સાંસદોની જરૂર રહે છે. ચૂંટણીનાં છેલ્લા તબક્કાનાં મતદાન પહેલા Poll of Pollsનાં માધ્યમથી ચૂંટણી પરિણામોનું અનુમાન લગાવી શકાય છે.NDTVનાં પોલ ઓફ પોલ્સ પ્રમાણે NDA 296+,કોંગ્રેસ 129+ તેમજ અન્ય 117+ સીટો મળવાની શક્યતા રહેલી છે.

ભાજપ પ્રમુખ અમિત શાહે 300 કરતા વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે આ વખતે ભાજપ 420 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે બાકીની સીટો પોતાની સહયોગી પાર્ટીઓને આપી છે. BJP પ્રમુખે કહ્યું છે કે આ વખતે પણ એનડીએ સરકાર બનશે.જો કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ આત્મવિશ્વાસથી ભરપૂર છે.

કેન્દ્રશાસિત પ્રદેશની સીટો પર ભાજપ હાવી રહેશે?

વાત કરીએ કેન્દ્રશાસિત પ્રદેશની તો અંદમાન-નિકોબાર લોકસભા સીટ પર બીજેપી- 00 થી 01 મેળવશે જ્યારે કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શકશે નહિં. બીજી તરફ પંજાબ-હરિયાણાની સંય્કુત રાજધાની ગણાતા કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ લોકસભા સીટ પર પણ ભાજપનો વિજય થશે. આ સીટ અત્યારે પણ ભાજપનાં કબ્જામાં છે. તેમજ અભિનેત્રી કિરણ ખેર સાંસદ છે. જ્યારે ગોવા રાજ્યમાં પણ ભાજપની સરકાર છે. ત્યાં લોકસભાની સાથે સાથે સ્વ.મનોહર પારિકરનાં નિધનથી ખાલી પડેલી વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી યોજાઇ હતી. જો કે ગોવાની બે લોકસભા સીટ પર ભાજપનો કબ્જો યથાવત રહેશે. દિવ-દમણ લોકસભા સીટ પર પણ ભાજપનો વિજય થશે.

આસામમાં પણ ભાજપને ફાયદો થવાનં એંધાણ

વાત કરીએ ભાજપશાસિત રાજ્ય આસામની, તો આસામની કુલ 14 સીટોમાંથી ભાજપનાં ફાળે 12થી 14 સીટો મળવાની શક્યતા છે. આસામમાં લોકસભાની કુલ 14 સીટોમાંથી કોંગ્રેસ માંડ 1થી 2 સીટો મેળવી શકે છે.

7 સિસ્ટર્સ રાજ્યોમાં પણ ભાજપની લહેર!

ઉત્તર પૂર્વનાં રાજ્યોની વાત કરીએ તો મણિપુરમાં બે બેઠકો ભાજપને મળશે. જ્યારે અન્ય પાર્ટીનાં ખાતા પણ નહિ ખુલે. મેઘાલયમાં કોંગ્રેસને 1થી 2 બેઠકો મળશે જ્યારે અન્ય પ્રાદેશિક પક્ષને 1 બેઠક મળવાની શક્યતા છે. મિઝોરમમાં કોંગ્રેસનાં ફાળે એક બેઠક આવશે. નાગાલેન્ડમાં કોગ્રેસને એક બેઠક મળશે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ પુન્ડુચેરી સીટ પર કોંગ્રેસનો વિજય થશે. સિક્કિમ રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટી વિજય મેળવશે. જ્યારે કોંગ્રેસ નાગાલેન્ડમાં પણ વિજયી થશે. જો કે ભાજપ શાસિત રાજ્ય ત્રિપુરાની બન્ને લોકસભા સીટ પર ભાજપનો વિજયરથ આગળ થશે.

READ ALSO

Related posts

પહેલા સત્રમાં સંસદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ, કોંગ્રેસી નેતા અધીર રંજનને આ કારણે માગવી પડી માફી

Dharika Jansari

રાજસ્થાન, બિહાર બાદ વધુ એક રાજ્યમાં મોટી જાનહાની, 17નાં મોત અને 19 ઘાયલ

Dharika Jansari

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!