GSTV
Home » News » એક્ઝિટ પોલની અસર થશે સીધા તમારા ખીસ્સા ઉપર, જાણો ક્યાં અને કેવી રીતે?

એક્ઝિટ પોલની અસર થશે સીધા તમારા ખીસ્સા ઉપર, જાણો ક્યાં અને કેવી રીતે?

લોકસભા ચૂંટણીના છેલ્લાં તબક્કાનું મતદા થોડાજ સમયમાં પુરુ થઈ જશે. ત્યારબાદ દેશના દરેક ન્યૂઝ ચેનલ્સ પર એક્ઝીટ પોલ છવાઈ જશે. એવાં આ એક્ઝીટ પોલની શેરબજાર પર સીધી અસર જોવા મળશે. જો કોઈ પણ મજબૂત સરકાર બનતી દેખાશે, તો સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ઘટાડાની સંભાવના બનેલી છે. જ્યારે એનડીએની વાપસી શેરબજારમાં જોશ ભરાવાનું કામ કરી શકે છે. એક્સપર્ટ્સનું માનવું છેકે, અંતિમ ચૂંટણીના પરિણામો સુધી શેરબજારનું વલણ અસમંજસ વાળું રહી શકે છે. આ સપ્તાહ એક એવો ઘટનાક્રમ છે. જે દીર્ઘઅવધિ માટે બજારની દિશા નક્કી કરશે. એનાથી જ સંપત્તિ સર્જનનું વલણ નક્કી થશે. ચૂંટણી પરિણામો જેવા રાજકીય ઘટનાક્રમ વર્ષો માટે શેરબજારનું વલણ નક્કી કરે છે. એવામાં આ અર્થવ્યવસ્થા અને રોકાણકારોની દ્રષ્ટિએ ઘણું મહત્વપૂર્ણ છે.

કેવી થશે તમારા ખીસ્સાં પર અસર

એક્સપર્ટ કહે છેકે, શેરબજારમાં રોકાણ કરવાવાળા ઉપર આ એક્ઝિટ પોલની સીધી અસર થશે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં લગાવેલાં પૈસાનાં રિટર્ન પર પણ તેની અસર દેખાશે. એવામાં રોકાણકારોએ હાલમાં વેઈટ એન્ડ વોચની સ્ટ્રેટેજી પર કામ કરવું જોઈએ.

વર્ષનું મહત્વપૂર્ણ સપ્તાહ

નિષ્ણાત મુજબ, શેરબજારમાં કંઈક વધારે ઉતાર-ચડાવ જોવા મળી શકે છે. પરંતુ એક્ઝિટ પોલથી બજારને નિર્ણય કરવામાં થોડી સરળતા રહી શકે છે. આ સપ્તાહ વર્ષનું સૌથી મહત્વપૂર્ણ સપ્તાહ છે. લોકોની નજર વોટ કોટ પર રહેશે. તો સાથે જ સપ્તાહ દરમ્યાન ટાટા મોટર્સ, કેનરા બેંક, સિપ્લા જેવી મોટી કંપનીઓનાં પરિણામો પણ આવવાનાં છે. તેના સિવાય ક્રૂડઓઈલની કિંમત, અમેરિકા-ચીન વેપાર વિવાદ, રૂપિયાની ઉતાર-ચડાવ, અને વિદેશી ભંડોળનું વલણ પણ બજારની ચાલ નક્કી કરશે.

READ ALSO

Related posts

ચમકી તાવથી બાળકોના મોત માટે કેન્દ્ર, બિહાર, ઉ.પ્ર. સરકાર સાત દિવસમાં જવાબ આપે: સુપ્રીમ

Dharika Jansari

અલવિદા ગઠબંધન, તમામ નાની-મોટી ચૂંટણીઓ પોતાના દમ પર લડીશું : માયાવતી

Arohi

પાછલા 30 વર્ષમાં ભારતીયોએ જે કાળું નાણું દેશની બહાર મોકલ્યું… તે આંકડો તો જુઓ, આંખો પહોંળી થઈ જશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!