GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

Exit Pollમાં મોદી સરકારની વાપસીની શક્યતા છતાં ભાજપ તૈયાર કરે છે પ્લાન ‘B’, શું છે કારણ?

લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલાં રવિવારના રોજ ભાજપ સરકારને મોટા ભાગના એક્ઝિટ પોલ્સમાં બહુમતી મળી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. લગભગ તમામ એક્ઝિટ પોલ્સે એનડીએને તેમના મતદાન સર્વેમાં બહુમતી આપી છે. વિવિધ એક્ઝિટ પોલ અનુસાર, ભાજપનાં ગઠબંધનને 300 થી વધુ બેઠકો મળતી હોવાનું જણાય છે. તે જ સમયે, યુપીએ 122 અને અન્ય 118 બેઠક દર્શાવી રહી છે, પરંતુ આ આંકડા સત્તાવાર નથી, કારણ કે 23 મેના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે. જો કે, આ બધા એક્ઝિટ પોલમાં ભાજપ માટે સારી સ્થિતી છે, તેમ છતાં ભારતીય જનતા પાર્ટીએ સાવચેતીનાં પગલા રૂપે પ્લાન ‘બી’ માટે તૈયારી શરૂ કરી દીધી છે.

ભાજપનો પ્લાન ‘બી’

સૂત્રોનાં જણાંવ્યા મુજબ, ભારતીય જનતા પાર્ટીની યોજના ‘બી’ તૈયાર થઈ રહી છે, કારણ કે 300 ની સંખ્યા બે મહત્વના રાજ્યોને કારણે હશે. એક ઉત્તર પ્રદેશ (80 બેઠકો) અને અન્ય પશ્ચિમ બંગાળ (42). બન્ને રાજ્યો મળીને 122 બેઠકો બનાવે છે. જો ભાજપને એક્ઝિટ પોલ અનુસાર બેઠકો મળે, તો આ આંકડો 300 અંક પાર કરશે, પરંતુ ભાજપ પોતાનાં તરફથી કોઇ કટોકટી રાખવા માંગતું નથી. બીજેપી વિપરીત પરિસ્થિતિ માટે અન્ય વિરોધ પક્ષોનો ટેકો મેળવવા માટે પ્રયાસ કરી રહી છે.

બે રાજ્યોમાં ઘુસવા ભાજપ પ્રયાસરત

તમને જણાવી દઇએ કે, ભાજપનો પ્લાન બી એવો છે કે, જેટલા પણ ઘટક દળો સાથે મળીને વાત કરવી જોઇએ. તે કરવી જોઇએ.
ભારતીય જનતા પાર્ટી તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં જોડાણ શોધવાની તકો શોધી રહિ છે. તેલુગુ રાજ્ય તેલંગણા અને આંધ્ર પ્રદેશનાં બે પક્ષો એવા છે. જેમણે ‘ફેડરલ મોરચો’ વિશે વાત કરી છે. પરંતુ યાદ રાખવા જેવી વાત એ છે કે, આ બન્ને પક્ષો તેમને અનુકૂળ વાતાવરણ જેમાં હશે, તે પછી યુપીએ હોય અથવા એનડીએ તેમની તરફ ઢળતા જોવા મળશે. કારણ કે હજુ પણ ટીઆરએસ પ્રમુખ કે ચંદ્રશેખર રાવ (KCR), અથવા જગન મોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ, તેમની સત્તાવાર સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ નથી. તેઓ હજી પણ સપના જુએ છે કે ‘ત્રીજો મોરચો’ આવશે અને તે તેનો એક ભાગ બનશે.

ત્રીજા મોરચાનું આયુષ્ય કેટલું?

તમને જણાવી દઇએ કે આપણા દેશમાં ત્રીજો મહા મુશ્કેલીએ રચાય છે અને જો રચાય તો પણ તે લાંબો સમય ટકતો નથી.તેની પોતાની સમજ છે. બીજેપીની યોજના ‘બી’ એ છે કે જો તેની સીટો 300 ની પાર નહીં આવે. અમુક રવે પ્રમાણે યુપી અને બિહારમાં કેટલાક સર્વેક્ષણ મુજબ ભાજપને ધારણા પ્રમાણે સીટો નહિં મળે, તો તે સમયે કેટલાક પક્ષોનાં સાથની જરૂર પડશે. તેથી ભાજપ દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે.

READ ALSO

Related posts

રાજ્યસભાની આઠ બેઠકની પેટાચૂંટણી પાછળ ઠેલાશે, કોરોનાને રોકવાના કાર્યમાં સરકાર અને તંત્ર વ્યસ્ત હોવાનું જણાવ્યું

pratik shah

101 રક્ષા ઉપકરણોની આયાત પર લાગશે રોક, રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી મોટી જાહેરાત

pratik shah

રાજસ્થાનના બાડમેરમાં ઘૂસણખોરી કરતા શખ્સને BSFએ માર્યો ઠાર, વિસ્તારનો પહેલો કિસ્સો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!