GSTV
Home » News » Exit Poll: હિમાચલ-ઝારખંડમાં તો આ પક્ષનું ખાતું પણ નહિં ખુલે, ક્લિનસ્વીપ કરશે ભાજપ?

Exit Poll: હિમાચલ-ઝારખંડમાં તો આ પક્ષનું ખાતું પણ નહિં ખુલે, ક્લિનસ્વીપ કરશે ભાજપ?

લોકસભા ચૂંટણી 2019નું સાતેય તબક્કાનું મતદાન પુર્ણ થયું છે. હવે આગામી 23 તારીખે પરિણામો જાહેર કરાશે. પરિણામો પહેલા એબીપી ન્યુઝ-નીલસન એક્ઝિટ પોલ જાહેર કર્યા છે. એબીપી ન્યુઝ-નીલસન પોલનાં સરવે પ્રમાણે હિમાચલ પ્રદેશની ચાર લોકસભા સીટોમાંથી ભાજપને ચારેય લોકસભા સીટ પર વિજય પ્રાપ્ત થશે. કોંગ્રેસનાં કબ્જામાં આ વખતે એક પણ બેઠક નહિં આવે. એક્ઝિટ પોલનાં આંકડા પ્રમાણે સાફ ચિત્ર દેખાય આવે છે કે ભાજપ 2014નું પોતાનું પરફોર્મન્સ રિપીટ કરશે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ ફરી એક વખત ખાતું પણ નહિં ખોલાવી શકે.

એબીપી ન્યુઝ-નીલસનનાં એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને હિમાચલની ચારેય બેઠકો મળશે.તેમજ કોંગ્રેસ ખાતું ખોલવામાં પણ સફળ થશે.

ઝારખંડમાં પણ ભાજપનું પલડું ભારે

બીજી તરફ બિહારમાંથી અલગ થયેલા આદિવાસી પ્રજાતિનાં પ્રભુત્વ વાળા ઝારખંડ રાજ્યમાં ભાજપની સરકાર છે. તેમજ ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તમામને બોલ્ડ કર્યા હતાં. ઝારખંડની કુલ 14 લોકસભા સીટોમાંથી NDAને 12થી 14 બેઠકો મળવાનો અંદાજ છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસને માંડ બે સીટ મળવાની શક્યતા જોવા ઇ રહિ છે.

READ ALSO

Related posts

શિવસેનાએ સામનામાં ભાજપને દેખાડ્યા આંકડા, માત્ર મરાઠાવાડામાં 11 મહિનામાં કુલ 1,623 ખેડૂતોએ આત્મહત્યા કરી

Mayur

જમ્મુ-કાશ્મીરના દ્રાસમાં પારો ગગડીને માઇનસ 11.5 : ભૂસ્ખલનમાં એકનું મોત

Mayur

ફી વધારા સામે જેએનયુના વિદ્યાર્થીઓ અડગ, પોલીસે બે એફઆઈઆર નોંધી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!