GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

7મું પગારપંચ: કેન્દ્રિય કર્મચારી અને પેન્શનરો વધુ એક લાભ, મોદી સરકારે આ સ્કીમ હેઠળ આપી મોટી રાહત

pm

7મું પગારપંચ દ્વારા કેન્દ્રિય કર્મચારીઓ માટે વિવિધ યોજનાઓમાં લાભ થાય તેવા નિર્ણયો લેવાઈ રહ્યા છે. 7મું પગારપંચના લાભાર્થીઓ માટે એક નોટિફિકેશન બહાર પાડીને અગત્યની જાહેરાત કરાઈ છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને એ વાતની સૂચના આપી છે કે પેન્સનર્સ જે એન્યુઅલ બેઝ પર કાર્ડનું સબસ્ક્રિપ્શન લે છે અને જેના કાર્ડની વેલિડિટી 31 માર્ચે સમાપ્ત થઈ ગઈ હોય તેઓ પોતાના કાર્ડનો ઉપયોગ હવે 30 એપ્રિલ સુધી કરી શકે છે.

સેન્ટ્રલ ગવરમેન્ટ હેલ્થ સ્કિમ હેઠળ રાહત આપી

કોરોના વાયરસ મહામારી વચ્ચે કેન્દ્રિય કર્મચારીઓને ફાયદો થાય તે મુજબના મોદી સરકારે પગલાં ભર્યા છે. મોંઘવારી ભથ્થામાં વધારો અને વાર્ષિક પ્રદર્શન મૂલ્યાંકન રિપોર્ટ ફાઈલ કરવાની છેલ્લી તારીખ 30 જૂન સુધી વધાર્યા બાદ હવે સરકારે સેન્ટ્રલ ગવરમેન્ટ હેલ્થ સ્કિમ હેઠળ રાહત આપી છે. સરકારે પેન્સનર્સ અને 31 માર્ચે રિટાયર્ડ થનાર કર્મચારીઓ માટે સીજીએચએસ કાર્ડની વેલિડીટી 30 એપ્રિલ સુધી વધારી દીધી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આ વાતની સૂચના આપી છે.

CGHS કાર્ડ એક પેંશનરના કાર્ડ તરીકે કન્વર્ટ

નોટિફિકેશન મુજબ તેઓ પેન્શનર્સ જેઓ વાર્ષિક બેઝિક પર કાર્ડનું સબસ્ક્રિપ્શન લે છે અને તેની વેલિડીટી 31 માર્ચે પૂરી થઈ ગઈ હોય તો તેમાં એક્સટેશન આપીને હવે તે કાર્ડ 30 એપ્રિલ સુધી ઉપયોગ કરી શકે છે. કે કર્મચારીઓ 31 માર્ચે રિટાયર્ડ થયા છે જેમના નામે પીપીઓમાં જાણકારી નથી થઈ અથવા ઈમેલના મારફત તેમનું આવેદન મળ્યું છે તો એમનું હાલનું CGHS કાર્ડ એક પેંશનર ના કાર્ડ તરીકે કન્વર્ટ થઈ જશે. જેની વેલિડીટી 30 એપ્રિલ સુધીની રહેશે.

દવાખાના અને સેન્ટરો પર જવાની છૂટ

આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે CGHS કાર્ડ ધારકોને દવાઓ લેવા માટે સરકાર દ્વારા ચલાવાતા દવાખાના અને સેન્ટરો પર જવાની છૂટ આપી છે. જ્યાં એના પેલા કર્મચારીઓ સેલ્ફ અપ્રૈઝલ એટલે કે APAR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 30 જૂન કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા તેની 15 એપ્રિલ છેલ્લી ડેડલાઈન હતી. કોરોના વાયરસને લઈને ઉભી થયેલી સ્થિતિમાં આ બધા ફેરફારો કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

લો બોલો જમ્મુ કાશ્મીરનાં શોપિયામાં એક વ્યક્તિને તેના અશ્વ સાથે કરાયો ક્વોરન્ટાઈન, કારણ છે અનોખું

pratik shah

PM મોદીની બે ગજની દૂરીની વાત દેશવાસીઓના ગળે ઉતરી પરંતુ બીજેપીનાં મંત્રીના તો આ નિયમ ઘોળીને પી ગયા

pratik shah

IL&FSની ગિફ્ટ-સિટીમાં રહેલો 50% હિસ્સો ખરીદવા માટે ગુજરાત સરકાર સક્રિય, કરશે મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!