GSTV

ખેતી કરનારને કન્યા ન મળતાં અહીં ખેડૂતો માટે ખૂલ્યું સ્પેશિયલ મેરેજ બ્યૂરો, ખેડૂત યુવાનો માટે દુલ્હનો શોધશે

હાલના સમયે જ્યારે માતા-પિતા પોતાની દિકરી માટે ભણેલો-ગણેલો, સારી નોકરી ધરાવતો સારો મુરતિયો મળે તેવી આશા રાખતા હોય છે પરંતુ આ બધાથી ઈતર કરીમનગર જિલ્લામાં એક 40 વર્ષિય ખેડૂત એવા યુવાનો માટે દુલ્હન શોધવાની પહેલ કરી છે જે વ્યવસાયે ખેડૂત હોય એટલે કે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકો હોય…

તેલંગણાના કરીમનગર ટાઉન વિસ્તારમાં સ્થિત ટિમ્માપુર ગામમાં એક ખેડૂત કે. અંજી રેડ્ડીએ ખેડૂતો માટે કન્યા શોધવા માટે ગત સપ્તાહે એક્સક્લૂઝિવ મેરેજ બ્યૂરોની શરૂઆત કરી છે. આ મેરેજ બ્યૂરોનું નામ ‘રયાથુ મેરેજ બ્યૂરો’ રાખવામાં આવ્યું છે. જે જ્ઞાતિ-જાતિ, ધર્મથી ઈતર માત્ર ખેડૂતો માટે છે.

રેડ્ડીએ કહ્યું કે, દેશના દરેક ભાગમાં દરેક જ્ઞાતિ, ધર્મ અને સમુદાયો માટે મેરેજ બ્યૂરો છે. પરંતુ મેં તે નોટિસ કર્યું છે કે મોટા ભાગના લોકો જેમણે મેરેજ બ્યૂરોમાં રજિસ્ટર્ડ કરાવ્યું છે તે કર્મચારી, વેપારી, એન્જિનિયર, ડોક્ટર અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ ખેડૂત નથી.

જો એકાદ ખેડૂત મેરેજ બ્યૂરોમાં રજિસ્ટર્ડ કરાવે પણ છે તો તે મોટા જમીનદાર હોય છે જેમનો અન્ય કોઈ વ્યવસાય પણ હોય છે. એવા વ્યક્તિ કે જેની જીવિકા સંપૂર્ણપણે ખેતી પર નિર્ભર છે તે મુશ્કેલીથી કન્યા શોધી શકે છે. જો કોઈ શિક્ષિત ખેડૂત મેરેજ બ્યૂરોમાં પોતાનું નામ રજિસ્ટર્ડ કરવે છે તો તેને સારો રિસ્પોન્સ નથી મળતો. આ કારણે જ મેં ખેડૂતો માટે એક્સક્લૂઝિવ મેરેજ બ્યૂરો શરૂ કર્યો છે.

રેડ્ડી પ્રમાણે અત્યાર સુધીમાં કૃષિ એક સમ્માનજનક વ્યવસાય હતો અને ગામડાંમાં કન્યા શોધવી સરળ હતી. પરંતુ ખેડૂત પરિવારોની હાલની પેઢીની છોકરીઓ પણ ઘણી શિક્ષિત અને મહત્વકાંક્ષી થઈ ગઈ છે. તેઓ શિક્ષિત અને નોકરી કરતા યુવક શોધે છે. તેનું પરિણામ એ છે કે જે યુવાનોએ કૃષિને પોતાના વ્યવસાય તરીકે અપનાવ્યો છે તેમના લગ્ન માટે કન્યા શોધવામાં મુશ્કેલી આવી રહી છે.

READ ALSO

Related posts

ગુજરાત માટે આવ્યા સારા સમાચાર, બે દિવસમાં અમદાવાદની આ હોસ્પિટલમાં ટ્રાયલ માટે આવશે કોરોના વેક્સિન

Nilesh Jethva

17 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર દિલ્હીમાં પડી આટલી ઠંડી, દેશના આ વિસ્તારોમાં પણ પડશે ભયંકર ઠંડી

Pravin Makwana

ઈતિહાસમાં પ્રથમવાર તાનારીરી મહોત્સવ પર લાગશે બ્રેક, સીએમ અને ડે. સીએમ રહેવાના હતા હાજર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!