GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

EXCLUSIVE : પિતા ભરત પટેલને જુઓ હાર્દિકને લઈને કઈ ચિંતા છે? GSTV સાથે કરી વાત

પાટીદાર અનામત આંદોલન સમયે વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલે આજે કોર્ટ ચુકાદો આવ્યો હતો. કોર્ટે હાર્દિક પટેલ અને લાલજી પટેલને 2 વર્ષની સજા ફટકારી હતી. સાથે જ કોર્ટે લાલજી, હાર્દિક અને એકે પટેલને 50 હજારનો દંડ ફટકાર્યો છે.

જો કે આ હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે પટેલને જામીન મળી ગયા હતાં.

વિસનગર કોર્ટે હાર્દિક પટેલને ફટકારેલી સજા બાદ હાર્દિકના પિતા ભરત પટેલે GSTV સાથે સૌ પ્રથમ વાતચીત કરી હતી. જેમાં તેમણે હાર્દિકને ફસાવવામાં આવ્યો છે તેમ કહ્યું હતું. હાર્દિક પટેલ તોડફોડ સમયે હાજર હતો જ નહીં તો સજા કઈ રીતે તેવો સવાલ પણ ભરત પટેલે કર્યો છે.

આ ઉપરાંત તેમણે એવો ભય વ્યક્ત કર્યો હતો કે હરેન પટેલની જેમ હત્યા કરાઈ હતી તેમ કદાચ મારા દીકરાને પણ કંઈ થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર પર મને જરા પણ વિશ્વાસ નથી. સમગ્ર વાતચીત તમે ઉપરના વીડિયોમાં જોઈ શકો છો.

Related posts

ગુજરાતમાં જુલાઈમાં કોરોના વકર્યો, 15 દિવસમાં 12 હજાર કેસ : 25 જિલ્લામાં પહોંચ્યું સંક્રમણ

Nilesh Jethva

બીજી સ્ત્રીના ચક્કરમાં પતિએ શારીરિક સંબંધો બાંધવાનું બંધ કર્યુ, સાસુ-સસરાએ કહી દીધું ‘અમારા પુત્રને તારામાં રસ નથી’

Bansari

આ મહાકાય અજગરને ‘પેટૂ રામ’ કહી રહ્યાં છે લોકો, જોવા જેવો છે આ Viral Video

Bansari
Do NOT follow this link or you will be banned from the site!