સેવિંગ્સનું સમીકરણ : ક્લિક કરો અને જાણો કેવી રીતે કરશો બચતનું પ્લાનિંગ

લોકો માટે આજે એક યક્ષ પ્રશ્ન છે કે પોતાની બચત મૂડીનું રોકાણ કયા કરવું. ત્યારે તમારા પાસે એવા પણ કેટલાક વિકલ્પો છે કે જે તમને સારૂ રિટર્ન અપાવી શકે છે. જેમાં બેંક એફડીમાં 6થી 7 ટકા રિટર્ન મળી શકે. પીપીએફમાં 15 વર્ષના રોકાણ સામેનો વ્યાજ દર 8.1 ટકા છે. એનપીએસમાં વાર્ષિક છ હજારનું રોકાણ કરો તો ટેક્સમાં લાભ મળી શકે.

ઇએલએસએસમાં ત્રણ વર્ષ માટે લોકઇનમાં રોકાણ થઇ શકે..જેમાં પણ 80-સી હેઠળ ટેક્સમાં રાહત મળે. આ ઉપરાંત શેરબજારમાં સારી કંપનીઓમાં રોકાણ કરવાથી સારૂ વળતર મળી શકે. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપીથી રોકાણ કરવાથી લાંબા ગાળે ફાયદો રહે.

10 વર્ષના બોન્ડ્સ પર રોકાણ કરવાથી 8 ટકા વ્યાજ મળે. યુલીપ પોલિસીમાં ઇક્વિટી અને ડેબ્ટમાં રોકાણ કરવાથી સારૂ વળતર મળી શકે. રિયલ એસ્ટેટમાં એટલે કે મિલકતોમાં રોકાણ કરવાથી વળતર મળી શકે. પરંતુ તેમાં વધુ મૂડીની જરૂરિયાત રહે છે. પોસ્ટ ઓફિસ સેવિંગ રોકાણનો સુરક્ષિત વિકલ્પ છે. અન્ય સ્થળોએ રોકાણ કરતા ઓછુ વ્યાજ મળે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter