GSTV

ગુજરાતના આ ગામના લોકો છેલ્લા પાંચ દિવસથી ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામમાં દલિતોનો બહિષ્કાર કરાતા ભયભીત થયેલા દલિતો ઘરને તાળા મારી સગા વ્હાલાને ત્યાં જતા રહ્યા છે. ગામના અનુસુચિત જાતીના લોકો 5 દિવસ થવા છતાં ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ફરીયાદીના ઘર પાછળ રાત્રે આગ લગાવતા લોકો વધુ ભયભીત થયા છે.

  • પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે દલિતોનો બહિષ્કાર
  • અન્ય સમાજના લોકોએ કર્યો બહિષ્કાર
  • ૧૫ પરિવારોને ગામની દુકાનમાંથી કરિયાણું આપવાનું બંધ કરાયુ
  • પાણીની ટાંકી ખાલી કરી દેવાતા દલિત પરિવારો પાણી વિનાના રહ્યા
  • દલિત પરિવારોએ પ્રાંતિજ પોલીસ મથકે નાખ્યા ધામા
  • પોલીસે ફરિયાદ નાંધી

તંત્ર આ મામલે એક્શન લેવામાં‌ ઉણું‌ ઉતર્યુ હોવાનુ આક્ષેપ

વહીવટી તંત્ર આ મામલે એક્શન લેવામાં‌ ઉણું‌ ઉતર્યુ હોવાનુ આક્ષેપ થયો છે. થોડા દિવસ અગાઉ ગામના દલિત સમાજની દીકરીના લગ્નમાં ડીજે મંગાવાયુ હતું. જો કે ગામના અન્ય સમાજના લોકોએ ડીજે નીકળવા નહોતું દીધુ. દલિત પરિવારે ડીજે કાઢતા ગામના અન્ય સમાજના લોકોએ દલિત પરિવારનો બહિષ્કાર કર્યો છે. તો આક્ષેપ એવો પણ છે કે ૧૫ જેટલા દલિત પરિવારોને ગામની દુકાનમાંથી કરિયાણું આપવાનું બંધ કરી દેવાયું છે.

READ ALSO

Related posts

વિશ્વમાં 2008થી પણ અર્થતંત્રમાં ભયંકર મંદી , IMFએ આપી આ ગંભીર ચેતવણી

Karan

પાટણમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સિદ્ધપુરની સોસાયટીને પણ સેનિટાઈઝ કરાઈ

Ankita Trada

થૂક લગાવીને વેચી રહ્યો હતો ફળ, Video વાયરલ થતાં જ થઇ ગયાં આવા હાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!