GSTV

કોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…

કોરોના મહામારીના કારણે લગભગ દરેક પ્રકારના ટેક્સ કલેકશનમાં ઘટ જોવા મળી છે. પરંતુ એક્સાઇઝ ડ્યૂટીના કલેકશનમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 48 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં રેકોર્ડ વૃદ્ધિ થઇ છે. સીજીએ તરફથી પ્રાપ્ત આંકડા અનુસાર, એપ્રિલ-નવેમ્બર-2020 દરમિયાન એક્સાઇઝ ડ્યૂટીનું કલેકશન 2019ના મુકાબલે આ સમયગાળામાં 1 લાખ 32 હજાર 899 કરોડ રૂપિયાથી વધીને 1 લાખ 96 હજાર 342 કરોડ રૂપિયા નોંધાયું.

પેટ્રોલ ડિઝલ પરની હેવી એક્સાઈઝ ડ્યૂટી બની કારણ…

એક્સાઇઝના કલેકશનમાં આ વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષના 8 મહિના દરમિયાન ડીઝલની ડીમાન્ડમાં 1 કરોડ ટનથી વધુની ઘટ હોવા છતાં નોંધાઈ. ઉદ્યોગ જગતના સૂત્રોએ જણાવ્યું કે, આર્થિક ક્ષેત્રમાં સુસ્તી હોવા છતાં એક્સાઇઝ ડ્યૂટી કલેકશનમાં જોવા મળેલી વૃદ્ધિનું મુખ્ય કારણ પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સના દરોમાં રેકોર્ડ વૃદ્ધિ છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પેટ્રોલ પર 2 વખતમાં એક્સાઇઝ ડ્યૂટી 13 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલમાં 16 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. જેના કારણે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યૂટી વધીને 32.98 રૂપિયા અને ડીઝલ ઉપરની એક્સાઇઝ ડ્યૂટી વધીને 31.83 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ.

READ ALSO

Related posts

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Pravin Makwana

રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે

Pravin Makwana

કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!