GSTV

BSE, NSEમાં સોમવારથી આ કંપનીના શેરોમાં ટ્રેડિંગ બંધ, મુકેશ અંબાણીના વેવાઈએ ખરીદી કંપની

Last Updated on June 13, 2021 by Zainul Ansari

બીએસઈ (BSE) અને એનએસઈ (NSE)માં સોમવારથી દીવાન હાઉસિંગ ફાઇનેન્સ કોર્પોરેશન (DHFL)ના શેરોમાં ટ્રેડિંગ બંધ થઇ જશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા નાદાર જાહેર થઇ ચુકેલી ડીએચએફએલ માટે પીરામલ ગ્રુપના સમાધાન યોજનાની મંજૂરીની વચ્ચે બજારની મુશ્કેલીઓ ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

ટ્રિબ્યુનલે 7 જૂને ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ (IBC) હેઠળ સમાધાન યોજનાને મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના સસરાએ ડીએચએફએલ હસ્તગત કરી છે.

14 જૂનથી શેર ટ્રેડિંગ બંધ

બીએસઈ અને એનએસઇએ શુક્રવારે અલગ-અલગ સર્ક્યુલર બહાર પાડી જણાવ્યું હતું કે તેઓ 14 જૂને ડીએચએફએલના શેરમાં ટ્રેડિંગ બંધ કરશે. DHFL માટે મંજૂરી આપેલ સમાધાન યોજના હેઠળ કંપનીના ઇક્વિટી શેરોને શેર બજારમાંથી હટાવવા પડશે.

34,250 કરોડમાં DHFLને ખરીદી

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) એ પીરમલ ગ્રૂપની DHFL માટે બોલીને મંજૂરી આપી દીધી છે, જે ઇન્સોલ્વન્સી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે, જેમાં કેટલીક શરતો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં આરબીઆઇએ 34,250 કરોડ રૂપિયામાં પીરામાલ ગ્રુપને DHFLના સંપાદનને મંજૂરી આપી હતી. સીઓસીએ પિરામલ ગ્રુપની પીરામલ કેપિટલ અને હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની સમાધાન યોજનાને જાન્યુઆરીમાં મંજૂરી આપી હતી.

DHFL પર બેંકોનું 90,000 કરોડ રૂપિયા બાકી છે. DHFL બેન્ક, મ્યુચ્યુઅલ ફંડ્સ અને કંપની પાસે ફિક્સ્ડ ડિપોઝિટ કરનારા રોકાણકારો સહિત વિભિન્ન લોન આપનારાના 90,000 કરોડ રૂપિયાથી વધુની લોન સાથે નાદાર બની ગઈ હતી.

Read Also

Related posts

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave

શરમજનક ઘટના / વેક્સિનેશન માટે કરાયું પરિવાર પર દબાણ, રસી લેવાની ના પાડતા કાપી નાખ્યા વીજળી-પાણીના કનેક્શન

Zainul Ansari

મુંબઈના 87% લોકોમાં કોરોના એન્ટિબોડીઝ બની : 85% પુરુષો અને 88% સ્ત્રીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસી, પાંચમા સેરો સર્વેએ તોડ્યા અગાઉના તમામ રેકોર્ડ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!