GSTV
Auto & Tech Trending

ચેતજો / સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ધકેલે છે ડિપ્રેશનમાં, આ વયના લોકો ડિપ્રેશનના બને છે સૌથી વધુ શિકાર

સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ લોકોને હતાશામાં ધકેલી રહ્યો છે. ખાસ કરીને પુખ્ત વયના લોકો માત્ર છ મહિનામાં જ ડિપ્રેશન અનુભવવા લાગતા હોવાનું સંશોધકોનું કહેવું છે.

જર્નલ ઓફ એફેક્ટિવ ડિસઓર્ડર્સ રિપોર્ટ્સમાં આ અભ્યાસ પ્રકાશિત થયો હતો. આ અભ્યાસના તારણોમાં સામે આવ્યું હતું કે, હાઈ ન્યુરોટિકિઝમ હોય તેવા લોકો દરરોજ 300 મિનિટથી વધુનો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે તો ડિપ્રેશન થવાની શક્યતા બમણી હોય છે.

આ અભ્યાસ માટે 18 થી 30 વર્ષની વયના 1,000 થી વધુ અમેરિકન પુખ્ત વયના લોકોના નમુના લેવાયા હતા અને હતાશા માપવા અલગ અલગ પ્રશ્નો પુછાયા હતા.

આ અભ્યાસના લેખકો સૂચવે છે કે, સામાજિક તુલના પોતાના અને અન્ય લોકો વિશેની નકારાત્મક લાગણીઓમાં વધારો કરી શકે છે. નેગેટિવ કન્ટેન્ટ પણ હતાશા વધારી શકે છે.સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ઘરની બહાર વ્યક્તિગત આદાનપ્રદાન અને પ્રવૃત્તિઓ માટેની શક્યતા પણ ઘટે છે. હતાશા શારીરિક અને માનસિક તકલીફો આપી શકે છે. સંશોધન કહે છે કે, લોકો સાથે વર્ચ્યુઅલ રીતે જોડાવાથી ગેરસમજનું જોખમ વધી શકે છે.

READ ALSO

Related posts

સાયબર ફ્રોડ / ગઠિયાઓ આ અલગ અલગ કારણો આપી લોકોને બનાવે છે છેતરપિંડીનો શિકાર

Akib Chhipa

મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરે ગ્રુપની શિવસેનાએ વંચિત બહુજન અઘાડી સાથે ગઠબંધન કર્યું

Akib Chhipa

ભારતને G-20ની અધ્યક્ષતા મળ્યા બાદ અમેરિકા તરફથી આવ્યું આ નિવેદન, જાણો શું કહ્યું

Akib Chhipa
GSTV