GSTV

ઓફિસના કામ માટે વારંવાર એક્સેલનો ઉપયોગ કરો છો તો, તમારા કામને ઝડપી બનાવશે આ સુવિધા!

Last Updated on May 26, 2020 by Ankita Trada

તમે એક્સેલના પાવરયૂઝર હોય તો તેની આ સુવિધા વિશે જાણતા જ હશો, પણ તેની ખૂબીઓનો પૂરતો પરિચય ન હોય તો એક્સેલમાં તમારું કામ ઝડપી બનાવવા માટે ઓટોફિલ ફીચર ખાસ જાણવા જેવું છે. એક્સેલમાં જ્યારે આપણે કોઈ પણ રો કે કોલમમાં એકસરખી પેટર્ન મુજબ ડેટા ફિલ કરવાનો હોય ત્યારે ઓટોફિલ સુવિધા બહુ કામ લાગી શકે છે, જે ફોર્મેટ અને ફોર્મ્યુલા કોપી કરવા તથા લિસ્ટ, તારીખ, નંબર્સ વગેરે ઝડપથી એન્ટર કરવા માટે ખાસ ઉપયોગી છે.

ક્રમબદ્ધ મહિનાઓનાં નામ આપોઆપ ઉમેરાશે

ઓટોફિલ જાણીતી, નિશ્ચિત પેટર્નને આપોઆપ અનુસરે છે. જેમ કે, કોઈ સેલમાં જાન્યુઆરી લખીને એ સેલ સિલેક્ટ કરશો તો તેના નીચલા જમણા ખૂણે નાનું ચોરસ દેખાશે. તેના પર કર્સર લઈ જતાં કર્સર બદલાઈને + નિશાનીમાં ફેરવાય છે. તેને ‘ફિલ હેન્ડલ’ કહે છે. આ ફિલ હેન્ડલને માઉસથી રોમાં કે કોલમમાં ડ્રેગ કરતાં જાન્યુઆરી પછીના સેલ્સમાં ક્રમબદ્ધ મહિનાઓનાં નામ આપોઆપ ઉમેરાશે. ડિસેમ્બરથી માઉસને હજી વધુ ડ્રેગ કરશો તો નવેસરથી જાન્યુઆરી અને પછીના મહિનાઓનાં નામ લખાતાં જશે. આ જ રીતે અઠવાડિયાના વારનાં નામ પણ આપોઆપ લખી શકાય.

પેટર્ન સમજાશે અને તે એ મુજબ ઓટોફિલ કરશે

ઓટોફિલની સુવિધા ત્યારે જ કામ કરે છે, જ્યારે એક્સેલને એ સમજાય કે આપણે કઈ પેટર્ન મુજબ ઓટોફિલ કરવા માગીએ છીએ. મહિના કે વારની પેટર્ન ખબર તેને છે, અન્ય બાબતોની પેટર્ન આપણે સમજાવવી પડે! એટલે જ્યારે ક્રમબદ્ધ આંકડા લખવા હોય ત્યારે બે સેલમાં 1 અને 2લખ્યા પછી બંનેને સાથે સિલેક્ટ કરીને ફિલ હેન્ડલ ડ્રેગ કરો તો એક્સેલને આંકડાના ક્રમની પેટર્ન સમજાશે અને તે એ મુજબ ઓટોફિલ કરશે! એક સેલમાં કોઈ ફોર્મ્યુલા લખ્યા પછી તેને કોલમમાં ડ્રેગ કરતાં, ફોર્મ્યુલા યથાવત રહેશે, પણ તેમાંના સેલ રેફરન્સ આપોઆપ બદલાતા જાય છે, જેથી આપણને જોઈતી ગણતરી મળતી રહે!

READ ALSO

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!