GSTV
Gujarat Government Advertisement

મ્યુનિ.તંત્રની નફ્ફટાઈ: અમદાવાદમાં ઠેર ઠેર ખાડા, પાણી પહેલા પાળ બાંધવામાં નિષ્ફળ ગયા અધિકારીઓ

Last Updated on June 11, 2021 by Pravin Makwana

અમદાવાદમાં આગામી તા.૧૫ જૂન પછી ગમે ત્યારે વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. ત્યારે પૂર્વ અમદાવાદમાં હજુ મોટાભાગના રોડ રસ્તાઓમાં ખોદકામ ચાલી રહ્યું છે. રખિયાલમાં ચોક્સીની ચાલી પાસે જ બીઆરટીએસ રૂટની બાજુનો મુખ્ય રોડ ખોદાઇ ગયો હોવાથી તે બંધ હાલતમાં પડયો છે. જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા ગંભીર બની છે. શહેરભરમાં આવી સ્થિતિ લગભગ તમામ મુખ્ય રોડ પર જોવા મળી રહી છે. વરસાદ પડે તે પહેલા રોડ રિસરફ્રેશ કરવો, ખાડાઓ પુરવા, ખોદકામની કામીગીર પૂર્ણ કરવાની માંગણી ઉઠવા પામી છે. 

પૂર્વ અમદાવાદમાં બે ઇંચ જેટલા વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ જોવા મળતી હોય છે.  ચોમાસું માથે છે ત્યારે રહી રહીને ખોદકામ કરાઇ રહ્યા છે. ગટર, પાણીની લાઇનો નખાઇ રહી છે, તેની મરામતનું કામ ચાલી રહ્યું  છે. જે સારી બાબત છે પરંતુ પ્રિમોન્સુન પ્લાન હેઠળ આ કામગીરી મે માસ સુધીમાં પૂર્ણ કરી દેવી જોઇતી હતી જે તા.૧૦ જૂન સુધીમાં પણ પુર્ણ ન થતા શહેરીજનોમાં ચિંતા વ્યાપી જવા પામી છે.

આ કામગીરી હજુ પણ ચાલી રહી છે. ચોમાસામાં લોકોની સમસ્યામાં વધારો કરશે. ગટરોની સફાઇની કામગીરી ચાલી રહી છે. તૂટેલા રોડના ખાડા પુરવાની કામગીરી ચાલી રહી છે. સ્ટ્રોમ વોટર લાઇનનું કામ પણ પુરજોશમાં ચાલે છે. કામમાં વેઠ ઉતારવામાં ન આવે, સારૂ કામ કરાય અને ઝડપી કામ કરાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

ઓઢવ ઓવરબ્રિજના બંને છેડાના રોડની મરામતનું કામ પુરૂ થયું છે. અજિત મીલથી સારંગપુર સુધીનો આખો રોડ રિસરફ્રેશ કરી દેવાયો છે.ઓઢવ, નિકોલ, નરોડા, કુબેરનગર, અમરાઇવાડી, ખોખરા સહિતના વોર્ડ પણ રોડ રિસરફ્રેશની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી વરસાદ પડે તે પહેલા પુરી કરવાની માંગણી ઉઠી છે.

નોંધપાત્ર છેકે પૂર્વ અમદાવાદમાં મોટાભાગના વિસ્તારો નીચાણમાં છે જેથી આ વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ જાય છે. જે કલાકો સુધી ઉતરતું નથી. બીજી તરફ ઓવરફ્લોના કારણે ગટરો પણ બેક મારતી હોવાથી હાટકેશ્વર, ઓઢવ, અમરાઇવાડી, રામોલ, નિકોલ સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઇ જતા હોય છે. ચાલુ વરસાદમાં તો આ વિસ્તારોમાંથી નીકળવું પણ મુશ્કેલ બની રહે છે.

બે -ત્રણ વર્ષ પહેલા ચોમાસામાં કઠવાડામાં મધુમાલતી નગરમાં ત્રણ ફૂટ પાણી ભરાઇ જતા હજારો રહીશો ઘરોમાં કેદ થયા હતા. દિવસો સુધી પાણી ઓસર્યું નહોતું. ખોરાક-પાણી માટે લોકો ફાંફે ચઢ્યા હતા. આ સ્થિતિમા મુખ્યમંત્રીએ પોતે હોળીમાં બેસીને આ વસાહતની મુલાકાત લીધી હતી.

મેગાસિટીમાં આવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે મ્યુનિ.તંત્ર દ્વારા વરસાદ પડે તે પહેલા રોડ, ગટર, પાણી, સ્ટ્રોમ વોટરને લગતા તમામ કામ પુરા કરી દેવાની માંગણી ઉઠવા પામી છે. ખૂલ્લી ગટરો, રોડ લેવલથી ઉંચી-નીચી ગટરો પણ ચોમાસામાં અકસ્માત નોતરશે તેથી આવી ગટરોની મરામત પણ કરવી જરૂરી બની છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!