GSTV

પરીક્ષા રદ થતાં કહી ખુશી કહી ગમ: ઘણા વિધાર્થીઓએ નિર્ણયને આવકાર્યો, તો કેટલાક વાલીઓ દ્વારા હોશિયાર વિધાર્થીઓને અન્યાય થયાનું રટણ

Last Updated on June 2, 2021 by pratik shah

કેન્દ્ર દ્વારા સીબીએસઈ ધોરણ 12 બાદ હવે રાજ્ય સરકારે શિક્ષણ બોર્ડની ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે.. ગઈકાલે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો..અને તેના 24 કલાકમાં જ યુ-ટર્ન લેવાયો છે.આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે.. અને કેવી રીતે પરિણામ આપવુ તે અંગે નિર્ણય કરાયો નથી.

પરીક્ષા રદ થતાં વિધાર્થીઓએ નિર્ણયને આવકાર્યો

પરીક્ષા
  • પરીક્ષા રદ થતાં કહી ખુશી કહી ગમ
  • પરીક્ષા રદ થતાં વિધાર્થીઓએ નિર્ણયને આવકાર્યો
  • કેટલાક વાલીઓ દ્વારા નિર્ણયને આવકારવામાં આવ્યો
  • કેટલાક વાલીઓ દ્વારા હોશિયાર વિધાર્થીઓ ને અન્યાય થયાનું રટણ
  • વિધાર્થીઓ એ ઓનલાઇન અભ્યાસ ક્રમ ની જેમ ઓનલાઇન પરીક્ષા લેવાની પણ વાત કરી

પરીક્ષા રદ અને શિક્ષણ પ્રધાને માહિતી આપી

exam

પરીક્ષા રદ અને શિક્ષણ પ્રધાને માહિતી આપતા કહ્યું કે, વડાપ્રધાને લીધેલા નિર્ણયને અનુસરવામાં આવ્યો છે. પરીક્ષા રદ થતા હવે પરીણામ કઈ રીતે આપવું તે અંગે નિર્ણય કરાયો નથી..પરંતુ કેન્દ્ર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવે તે મુજબ અનુસરવામાં આવશે. ગુજરાતમાં જે ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓ છે તેને પરીક્ષા રદનો નિર્ણય લાગુ પડશે. રિપીટર વિદ્યાર્થીઓ માટેનો નિર્ણય આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. સાતમી તારીખથી જે નવુ સત્ર શરૂ થાય છે, તે સત્ર ઓનલાઈન શરૂ થશે તેવી પણ શિક્ષણ પ્રધાને જાહેરાત કરી છે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!