GSTV
Home » News » આ લોકસભા ચૂંટણીઓમાં સાવ ખોટા પડ્યા હતા Exit Poll, શું થશે આ વખતે?

આ લોકસભા ચૂંટણીઓમાં સાવ ખોટા પડ્યા હતા Exit Poll, શું થશે આ વખતે?

લોકસભા 2019 ની ચૂંટણીઓનું મતદાન થઈ ગયું છે. એક્ઝિટ પોલ્સમાં જણાવાઇ રહ્યું છે કે, એનડીએ બહુ સારી સરસાઇથી જીતી રહ્યું છે. એકબાજુ એનડીએની બંપર જીતનો અંદાજો લગાવાઇ રહ્યો છે ત્યાં, યૂપીએ સ્થિતિ યૂપીએની સ્થિતિ ગત લોકસભા જેવી જ જણાવાઇ રહી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, શું એક્ઝિટ પોલ દર વખતે સાચા પડે છે? શું કાઉન્ટિંગ પહેલાં તેને સાચા ઘણી શકાય?

2019 ના એક્ઝિટ પોલમાં ભલે કોંગ્રેસને ફરી હારતી બતાવવામાં આવી હોય, પરંતુ આ પહેલાં ઘણીવાર એક્ઝિટ પોલ એકદમ ખોટા પડી ચૂક્યા છે. ઘણી ચૂંટણીઓમાં એનડીએને જીતતી બતાવવામાં અવઈ હતી, પરંતુ બીજેપી બહુ ખરાબ રીતે હારી હતી. જેમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પણ છે.

2004 જેવી હાલત ન થાય બીજેપીની!

2004ની લોકસભા ચૂંટણી સમયે બધા જ એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા. મોતાભાગની એજન્સીઓએ એનડીએને 255 સીટો આપી હતી, જ્યારે ગણતરી બાદ એનડીએ 189 સીટોમાં સમેટાઇ ગઈ હતી, જેમાં બીજેપીને 138 સીટો જ મળી હતી, જ્યારે યૂપીએને 183 સીટો આપી હતી, જ્યારે તેને 222 સીટો મળી હતી. જ્યારબાદ તેમણે અન્ય પાર્ટીઓના સહયોગથી સરકાર બનાવી હતી.

2009માં ખોટા પડ્યા હતા એક્ઝિટ પોલ

2009ની લોકસભા ચૂંટણીમાં મોટાભાગની સર્વે એજન્સીઓએ યૂપીઓને 199 જ્યારે એનડીએને 197 સીટો આપી હતી, જ્યારે યૂપીએને 262 સીટો મળી હતી અને એનડીએ 159 સીટોમાં સમેટાઇ ગઈ હતી.

બિહાર વિધાનસભા ચૂંટણી

2015ની વિધાનસભા ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા. બધા પોલ્સમાં બીજેપી્ની જીત જણાવી હતી જ્યારે તેમને માત્ર 58 સીતો મળિ હતી અને જેડીયૂ-આરજેડીના ગઠબંધનને 178 સીટો મળી હતી.

દિલ્હી ચૂંટણીમાં ખોટા પડ્યા હતા પોલ

2015માં દિલ્હીમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં આપને 31 થી 53 સુધીની સીટોનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, જ્યારે બીજેપીને 17-35 સીટો આપવામાં આવી હતી, જ્યારે પરિણામમાં આપને 67 જ્યારે બીજેપીને 3 જ સીટો મળી હતી.

છત્તીસગઢમાં સાવ ખોટા પડ્યા હતા એક્ઝિટ પોલ

2018માં છત્તીસગઢમાં થયેલ ચૂંટણીમાં બીજેપીને 40 અને કોંગ્રેસને 46 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, જ્યારે પરિનામમાં કોંગ્રેસને 68 જ્યારે બીજેપીને માત્ર 15 જ સીટો મળી હતી.

ઑસ્ટ્રેલિયા જનરલ ઇલેક્શનમાં ખોતા પડ્યા હતા પોલ

એક્ઝિટ પોલ ખોટા પડવાનું ઉદાહરણ ઓસ્ટેલિયામાં પણ જોવા મળ્યું હતું. અહીં થયેલા જનરલ ઇલેક્શનમાં એગ્ઝિટ પોલમાં વિપક્ષી લેબર પાર્ટીને બહુમતી મળતી બતાવાઇ હતી, જ્યારે પરિણામ ઊલટાં જ આવ્યાં હતાં. સત્તાસીન પાર્ટી લિબરલ પાર્ટીને ફરી બહુમત મળ્યો હતો.

Related posts

સંભોગ દરમિયાન ન વાપરો આ ચીકણો પદાર્થ નહીંતર….

Arohi

39500ને પાર થયું સોનાની કિંમત, ચાંદીમાં આવ્યો 450 રૂપિયાનો ઉછાળો

pratik shah

TikTok વીડિયો બનાવવા માટે કરી આવી દરિંદગી, કૂતરાને ચામડીથી પકડી ખીણમાં ફેંક્યો અને…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!