GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

બોર્ડની પરીક્ષાનું શરૂ થયું કાઉન્ટ ડાઉન, આવતી કાલથી ધો.12(વિ)ની પ્રાયોગિક પરીક્ષા

ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષા નજીક આવી રહી છે. ત્યારે ધો. ૧૨ સાયન્સના પ્રેકટીકલની પરીક્ષા આગામી તા. ૧૪ને શુક્રવારની પરીક્ષા આગામી તા. ૧૪ને શુક્રવાર થી શરૂ થઇ રહી હોવાથી આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મોકલવામાં આવેલા પ્રશ્ન પેપરો રાજકોટ આવી પહોંચ્યા હતા. જે તમામ પ્રશ્ને પેપરો કરણસિંહજી હાઇસ્કૂલમાં ઉભા કરવામાં આવેલા સ્ટ્રોન્ગરૂમમાં સીલ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં ધો. ૧૨ સાયન્સની પ્રેકટીકલ પરીક્ષા ૧૦ દિવસ ચાલશે. જૂદા – જૂદા ૨૪ બિલ્ડીંગોમાં પરીક્ષાર્થીઓ માટેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ધો. ૧૦ અને ધો. ૧૨ની બોર્ડની પરીક્ષા સંદર્ભ આગામી તા. ૧૪ના જિલ્લા કલેકટર કચેરીમાં પરીક્ષાનો એકશન પ્લાન ફાઇનલ કરવા અંગેની બેઠક યોજવામાં આવી છે. જેમાં પરીક્ષા ચોરી અટકાવવા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા થશે. તેમજ સંવેદન શીલ અને અતિ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની વિગતો જાહેર થશે. રાજકોટ જિલ્લામાં ધો. ૧૦ માં આ વર્ષે અંદાજે ૫૪૫૦૦ જ્યારે ધો. ૧૨ ના સામાન્ય પ્રવાહમાં ૩૧ હજાર અને ધો.૧૨ સાયન્સમાં ૯૫૦૦ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ધો. ૧૨ સાયસન્માં ઉમેદવારોની સંખ્યા ઘટતા પ્રેકટીકલ પરીક્ષા માટેના કેન્દ્રમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

ધો. ૧૨ સાયન્સના ઉમેદવારોની ઘટતી જતી સંખ્યાના સંદર્ભમાં સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ધો. ૧૨ સાયન્સની ખાનગી સ્કૂલોની સંખ્યા ઉતરોતર વધતી જાય છે. જ્યારે કમનસીબીએ છે કે, વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. જે બાબત ચિંતાજનક છે. કારકિર્દી ઘડતર માટે વિજ્ઞાાન વિદ્યાશાખા શ્રેષ્ઠ હોવા છતાં વિજ્ઞાાન વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવામાં સફળતા મળી નથી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધો. ૧૨ ના સાયન્સની પ્રેકટીકલ પરીક્ષા સાથે બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ જશે. ધો. ૧૦માં રાજકોટ જિલ્લામાં અંદાજે ૧૮૦ જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૦૦ અને ધો. ૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં અંદાજે ૪૫ કેન્દ્રોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે પરીક્ષાનો એકશન પ્લાન તા.૧૪ના ફાઇનલ થશે.

READ ALSO

Related posts

આધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય

Nilesh Jethva

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!