GSTV
Home » News » ભારતીય રેલવેમાં 90 હજાર પદો માટે લેવાશે પરીક્ષા, જાણી વિગતો

ભારતીય રેલવેમાં 90 હજાર પદો માટે લેવાશે પરીક્ષા, જાણી વિગતો

રેલવેનાં 90 હજાર પદો પર આવેદન કરનારા ઉમેદવારો RRB તરફથી એપ્લિકેશન સ્ટેટસ જાહેર કર્યા બાદ હવે પરીક્ષાની તિથિ જાહેર થવાની રાહ જોઇ રહ્યા છે. RRBની તરફથી ગ્રુપ સી અને ડીની અંદાજે એક લાખ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેના માટે દોઢ કરોઢ ઉમેદવારોએ આવેદન કર્યું છે. બૉર્ડ તરફથી આ જગ્યાઓ સંબંધિત નોટિફિકેશન માર્ચ 2018માં જાહેર કરવામાં આવ્યું હતુ.

રિક્રુટમેન્ટ બૉર્ડે 11 જુલાઈનાં રોજ ઑફિશિયલ વેબસાઇટ પર એપ્લિકેશન સ્ટેટ્સ લિંકને એક્ટિવેટ કર્યું હતુ. આ લિંક પર ક્લિક કર્યા પછી તમે જાણકારી મેળવી શકો છો કે રેલવેએ તમારી એપ્લિકેશન સ્વીકાર કરી છે કે નહી. અંદાજે 86 લાખ ઉમેદવારોનાં આવેદન રેલવેએ રિજેક્ટ કર્યા છે. આ જગ્યાઓ માટેની પરિક્ષા ઑગષ્ટમાં થવાનો અંદાજ છે. એડમિટ કાર્ડ જુલાઈનાં અંત સુધીમાં આપવામાં આવશે. જો કે આ વિશે બૉર્ડ તરફથી આધિકારિક કોઇ સૂચનાઓ આપવામાં આવી નથી.

આ વિશે વધુ માહિતી માટે રેલવેની ઑફિશિયલ વેબસાઇટ www.indianrailways.gov.in નજર રાખો. ગ્રુપ ડી માટેની ભરતી પરીક્ષા કૉમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ(CBT) દ્વારા લેવામાં આવશે. CBT પાસ કર્યા બાદ ઉમેદવારોનો ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે.

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!