GSTV

છબરડો/ 47 માર્કસની પરીક્ષા અને પેપર આવ્યું 56 માર્કસનું, GTUએ ચાલુ પરીક્ષાએ જ કરાવ્યો સુધારો

GTUની હાલ યુજીની ઓફલાઈન પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં આજે GTUમાં ડિગ્રી ઇજનેરીમાં સિવિલ ઇજનેરીમાં સેમેસ્ટર 7માં ડીઆરસીએસ વિષયની પરીક્ષામાં છબરડો સામે આવ્યો હતો. વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રનું પરિરૂપ આપવામાં આવ્યું તેમાં 47 માર્કસનું પ્રશ્નપત્ર પુછાશે તેમ જણાવવામાં આવ્યા બાદ આજે પરીક્ષામાં 56 માર્કસના પ્રશ્નો પુછાતા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. જોકે, યુનિવસટી સત્તાધિશો કહે છે માર્કસ મુકવામાં ભુલ થઇ છે જેને સુધારી લેવામાં આવી હતી.

માર્કસ મુકવામાં ભુલ થઇ છે જેને સુધારી લેવામાં આવી

એન્જીનીયરીંગ

યુનિવસટી સત્તાધિશો કહે છે માર્કસ મુકવામાં ભુલ થઇ

ડિગ્રી ઈજનેરીના સિવિલ એન્જિ.ના સેમેસ્ટર 7માં ડિઝાઇન ઓફ રેઇનફોર્સ્ડ ક્રોન્ક્રીટ સ્ટ્રક્ચર વિષયની આજે પરીક્ષા હતી.જેમાં વિદ્યાર્થીઓને 56 માર્કસના પ્રશ્નો પુછાયા હતા. જો કે અગાઉ જે પરિરૂપ આપવામાં આવ્યુ હતુ તેમાં 47 માર્કસની પરીક્ષા લેવાશે તેવુ જણાવ્યું હતું.

47 માર્કસની પરીક્ષા લેવાશે તેવુ જણાવ્યું

વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે પ્રશ્ન 7 અને 8માં ભુલ હોવાથી ચાલુ પરીક્ષાએ સુધારો કરવામાં આવ્યો હતો. પ્રશ્ન 7ને માન્ય રાખીને પ્રશ્ન 8 રદ કરી દેવામાં આવ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્નો આવડતાં હતા છતાં રદ કરાતા મુશ્કેલી ઉભી થઇ હતી. આ છબરડાંના કારણે અનેક વિદ્યાર્થીઓના કેટલાક પ્રશ્નો છુટી ગયા હતા. કેટલાક સેન્ટરો પર માત્ર 15 મિનિટ એકસ્ટ્રા આપવામાં આવી હતી.

છબરડાંના કારણે અનેક વિદ્યાર્થીઓના કેટલાક પ્રશ્નો છુટી ગયા

આ મુદ્દે યુનિ.નું કહેવુ છે કે 47 માર્કસના પ્રશ્નપત્રના બદલે ભુલથી 56 માર્કસ પ્રિન્ટ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે અમુક પ્રશ્નો દૂર કરાવીને 47 માર્કસનું પ્રશ્નપત્ર પુરૂ કરાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને અન્યાય થાય તેવી કોઇ કાર્યવાહી થઇ નથી. વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો અન્યાય નહી થાય.

READ ALSO

Related posts

મહત્વના સમાચાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, વેતન-પેન્શન મેળવવું સરકારી કર્મચારીઓનો અધિકાર: જાણો શું છે સમગ્ર મામલો

pratik shah

નવા સ્ટેડિયમની પીચની કમાલ : ફટાફટ વિકેટો પડી, બે દિવસમાં ખેલ ખતમ, અંગ્રેજોની નાલેશીજનક હાર!

pratik shah

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!