GSTV

‘પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા’: વ્હોટ્સ એપ દ્વારા પરીક્ષાના પ્રારંભે જ આવી ખામી, માત્ર 36 હજાર વિદ્યાર્થીઓ જોડાઈ શકાયા

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસને પગલે હાલ શાળાઓમાં ગુજરાત વર્ચ્યુઅલ સ્કૂલ અંતર્ગત સરકારની ચેનલોના માધ્યમથી લાઇવ ટેલિકાસ્ટ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓનું રીયલ ટાઇમ એસેસમેન્ટ શનિવારથી શરૂ કરાયું છે. બીજી તરફ રાજ્ય સરકારે  વ્હોટ્સ એપ દ્વારા પરીક્ષાનું આયોજ કર્યું છે. ત્યારે પ્રારંભે જ આવી ખામી

PG

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓનું રીયલ ટાઇમ એસેસમેન્ટ શનિવારથી શરૂ કરાયું

ધોરણ 3થી 12ના વિદ્યાર્થીશિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓનું રીયલ ટાઇમ એસેસમેન્ટ શનિવારથી શરૂ કરાયુંઓનું વોટ્સએપ દ્વારા એમસીક્યુ બેઝ્ડ એક્ઝામથી રીયલ ટાઇમ એસેસમેન્ટ શરૂ કરાયું હતું. પ્રાયોગિક ધોરણે શરૂ થયેલી સાપ્તાહિક પરીક્ષામાં ‘પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા’જેવી સ્થિતિ સર્જાઇ હતી.

કેમકે, સાપ્તાહિક પરીક્ષાના પ્રથમ દિવસે અનેક છબરડા સામે આવ્યા હતા.  ટેક્નિક્લ ખામીને પગલે અનેક વિદ્યાર્થીઓ વોટ્સએપમાં રજીસ્ટર્ડ થઇ શક્યા નહોતા. માત્ર ગુજરાતી ભાષામાં વિડીયો અને પ્રશ્ન આવતાં હોવાથી અંગ્રેજી-હિન્દી અને ઉર્દુ માધ્યમમાં વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થઇ શક્યા નહોતા.

10

અંગ્રેજી-હિન્દી અને ઉર્દુ માધ્યમમાં વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થઇ શક્યા નહોતા

સરકારી ગ્રાન્ટેડ અને કોર્પોરેશન સ્કૂલના 25 લાખ જેટલા બાળકો સામે આજના પ્રથમ દિવસે 36,434 રજીસ્ટર્ડ થયા હતા. ઉલ્લેખનીય છે કે, હવે 30 જાન્યુઆરીથી ફાઇનલ લેવલે સાપ્તાહિક કસોટી ધોરણ 3થી 12માં શરૂ કરાશે. આ માટે જીસીઇઆરટી દ્વારા એક વોટ્સએપ નંબર પણ જાહેર કરાયો છે. જેમાં શાળાનું નામ-ધોરણ અને ડાયસની માહિતી મોકલવાની રહેશે.

READ ALSO

Related posts

સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ

Pravin Makwana

કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો

Pravin Makwana

કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!