અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2024માં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરી દીધી છે. લગભગ બે મહિના પહેલા જ તેમણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ત્રીજીવાર નસીબ અજમાવવાની જાહેરાત કરી હતી. ન્યૂ હેમ્પશાયરના સેલમમાં રિપબ્લિકન પાર્ટીની વાર્ષિક બેઠકમાં ટ્રમ્પે પાર્ટીના નેતાઓને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો અભિયાન અહીંથી શરૂ કરીએ છીએ

ટ્રમ્પ કોલંબિયા જતા પહેલા સાલેમમાં રોકાયા હતા. તેમણે સાલેમમાં રિપબ્લિકન પાર્ટીના નેતાઓને દક્ષિણ કેરોલિનામાં તેમની પ્રચાર ટીમ સાથે પરિચય કરાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે હું વધુ મક્કમ છું.
ટ્રમ્પે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી
અત્યારે માત્ર ટ્રમ્પે 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની ઉમેદવારી માટે પોતાનો દાવો જાહેર કર્યો છે. ફ્લોરિડાના ગવર્નર આર ડીસેન્ટ્સે પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સ, સાઉથ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર નિક્કી હેલી સહિત કેટલાક સંભવિત ઉમેદવારો આગામી મહિનાઓમાં તેમની ચૂંટણી ઝુંબેશ શરૂ કરે તેવી આશા વ્યક્ત કરાવામાં આવી રહ્યો છે.
Also Read
- ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?
- રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું
- બ્રિટનમાં ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાની ધરપકડ, ખાલિસ્તાનીઓએ ભારતીય હાઈ કમિશનમાં ઘૂસવાનો કર્યો હતો પ્રયાસ
- નર્મદા / આયોજન અધિકારીએ કરોડોના કામોનું બારોબાર ‘આયોજન’ કરી નાખ્યું, AAP ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી ફરિયાદ
- આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી