GSTV

સેક્સ વર્કરનું કામ કરીને દરરોજ 88 હજાર રૂપિયા કમાતી હતી આ યુવતી, જણાવી એસ્કોર્ટ લાઇફની ચોંકાવનારી હકીકત

યુવતી

Last Updated on August 4, 2021 by Bansari

દરેક વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારના પડકારો આવે છે. કેટલાંક લોકો તેની સામે ઘુંટણ ટેકવી દે છે પરંતુ કેટલાંક લોકો તે પડકારોનો હિંમતથી સામનો કરે છે. આવી જ એક યુવતીએ પોતાના જીવનની મુશ્કેલીઓનો સામનો કર્યો અને આજે તે પોતાની અગાઉના જીવનને ત્યાગીને એક નવા જીવન તરફ આગળ વધી ગઇ છે. મેવ મૂન(Maeve Moon)નામની યુવતી સેક્સ વર્કરનું કામ કરતી હતી પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેણે પોતાના જીવનને બદલાનો નિર્ણય લીધો અને આજે તે અન્ય લોકોને જાગૃત બનાવી રહી છે.

મેવને આ બે દુર્ઘટનાઓએ હચમચાવી નાંખી

યુવતી

જ્યારે મેવ 4 વર્ષની હતી, ત્યારે એક યુવતીએ તેનું યૌન શોષણ કર્યું. તે દુર્ઘટના પછી, મેવને લાગ્યું કે તેનું શરીર માત્ર જાતીય સંભોગની એક વસ્તુ છે જેના દ્વારા તે પૈસા કમાઈ શકે છે. જ્યારે ઇંગ્લેન્ડના બર્નલેની રહેવાસી મેવ 16 વર્ષની થઇ ત્યારે તેણી સોશિયલ મીડિયા દ્વારા એક મોટી ઉંમર વ્યક્તિને મળી જેણે ડેટના બહાને તેને ડ્રગ્સ આપીને તેણીને બેભાન કરી અને તેના પર બળાત્કાર કર્યો. યૌન શોષણની આ બે ઘટનાઓએ પોતાના વિશે મેવનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો. તેમને લાગવા લાગ્યું કે શરીર વેચીને પૈસા કમાવવાનો સાચો રસ્તો છે. તે પછી તેણે સેક્સ વર્કર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

આ રીતે બદલાયું મેવનું મન

18 વર્ષની ઉંમરે, એક સમય એવો આવ્યો જ્યારે તેણીએ દરરોજ 88 હજાર રૂપિયા સુધીની કમાણી શરૂ કરી. અગાઉ તે એક સુગર બેબીની જેમ કામ કરતી હતી જેમાં તે વધુ ઉંમરના પુરુષોને તેના પ્રેમના જાળમાં ફસાવી દેતી હતી અને પછી સેક્સના બદલામાં તેમની પાસેથી પૈસા લેતી હતી. ધીરે ધીરે તેને લાગ્યું કે સુગર બેબીની જેમ વર્તવા માટે તેને રિલેશનશિપમાં જોડાવું પડે છે, તેથી તેણે એસ્કોર્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેણીએ ઇંગ્લેન્ડમાં ઘણા વેશ્યાગૃહોમાં કામ કર્યું અને ઘણા પૈસા કમાવવાનું શરૂ કર્યું. તેને ચરસ અને ગાંજાના નશાનું વ્યસન થઈ ગયું. એક ઇન્ટરવ્યું તેણે કહ્યું- “મારા ગ્રાહકો ટિન્ડર દ્વારા મને મળવા આવતા હતા. અને જો તેઓ મને ફક્ત વીડ આપે તો હું તેમને કંઈપણ કરવા દેતી હતી. “

યુવતી

મેવ લાંબા સમયથી સેક્સ ઇન્ડસ્ટ્રી છોડવા માંગતી હતી. પરંતુ તે ખરાબ રીતે ફસાઇ ગઈ હતી. તેને ડ્રગ્સનું વ્યસન હતું અને તેનો લંડનમાં ફ્લેટ હતો જેનું ભાડુ ચુકવવાનું હતું. વર્ષ 2019 માં, તેણે પોતાનું જીવન બદલવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું કે એવું ક્યારેય ન થઈ શકે કે તે પોતાની જરૂરિયાત મુજબ પૈસા કમાઈ શકે. આ પછી તે થોડા દિવસો માટે રજાઓ માટે ગઈ હતી જ્યાં તેને સમજાયું કે તેના જીવનને બદલવાનો સમય આવી ગયો છે. હવે મેવ હંમેશા છોકરીઓને સમજાવે છે કે જો પૈસા કાઢી નાખવામાં આવે તો શું તમે સેક્સ વર્કર તરીકે કામ કરશો? તેમનું કહેવું છે કે માત્ર રૂપિયાનો આધાર લેવો ખોટો છે. હવે એક ઇન્સ્ટ્રક્ટર તરીકે, તે એવા લોકોને મદદ કરે છે જેમણે જાતીય શોષણ અને ટ્રોમાનો સામનો કર્યો છે. મેવ હવે વૈજ્ઞાનિક બનવા માંગે છે અને અન્ય લોકોને આમાંથી ઉભરવામાં મદદ કરે છે.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

ટ્રક ડ્રાઈવરને મળી રહ્યો છે 72 લાખ પગાર, કહ્યું- આટલું તો મારો બોસ પણ નથી કમાતો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!