GSTV
India News Trending

ગાળિયો વધુ કસાયો / મમતાના પૂર્વ મંત્રી પાર્થ અને સહયોગી અર્પિતાને 14 દિવસ માટે જેલમાં મોકલાયા

શિક્ષક ભરતી કૌભાંડના આરોપમાં ધરપકડ કરાયેલ પશ્ચિમ બંગાળ સરકારના ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટર્જી અને તેમના સહયોગી અર્પિતા મુખર્જીને ઇડી રિમાન્ડ બાદ હવે 14 દિવસ માટે જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ મામલામાં આગામી સુનાવણી હવે 18 ઓગસ્ટના રોજ થવાની છે.

જણાવી દઈએ કે ઇડીએ પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની 14 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી. ઇડીના વાહને કોર્ટને કહ્યું કે હાલમાં એજન્સીએ બંને આરોપીઓની તેમના ઘરેથી મળી આવેલી ઘણી વસ્તુઓ અંગે પૂછપરછ કરવાની છે. આ પહેલા કેસની તપાસ દરમિયાન ઇડીએ અર્પિતા મુખર્જીની કંપનીઓના બેંક ખાતામાંથી 8 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે અર્પિતા મુખર્જીની કંપનીઓમાં મોટી રકમની લોન્ડરિંગ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, શિક્ષક ભરતી કૌભાંડમાં સંકળાયેલા મમતા સરકારના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીના નજીકના અર્પિતા મુખર્જીના ઘરેથી એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે લગભગ 50 કરોડ રૂપિયા અને પાંચ કિલો સોનું જપ્ત કર્યું છે.

Read Also

Related posts

પતિના વર્તનનાં કારણે ઘરમાં અશાંતિ રહેતી હોય, તો તે ઘરમાં રહેવાનો હકદાર નથી, વકીલ પત્નીને ઘર શોધવા કર્યો નિર્દેશ

Hemal Vegda

Monkeypox: લક્ષણો વિના પણ સામે આવી શકે છે મંકીપોક્સના કેસ, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો

Binas Saiyed

મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી

Binas Saiyed
GSTV