GSTV
Home » News » IL&FSના સીઈઓ રમેશ બાવાની ઠગાઈના કેસમાં ધરપકડ, ગુજરાતના આટલા કરોડો ફસાઈ શકે

IL&FSના સીઈઓ રમેશ બાવાની ઠગાઈના કેસમાં ધરપકડ, ગુજરાતના આટલા કરોડો ફસાઈ શકે

IL&FSના પૂર્વ એમડી અને સીઈઓ રમેશ બાવાની SFIO દ્વારા ઠગાઈના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. વીતી રાતે નવી દિલ્હીમાંથી રમેશ બાવાને કસ્ટડીમાં લેવાયા છે. કંપની એક્ટની કલમ ૪૪૭ હેઠળ રમેશ બાવાની ધરપકડ કરાઇ છે. રમેશ બાવા પર ઠગાઇનો આરોપ છે. આ પહેલા પહેલી એપ્રિલે IL&FSના પૂર્વ ચેરમેન હરિ શંકરનની ધરપકડ કરવામાં આવી હતી.

નાણાકીય સંકટના કારણે સપ્ટેમ્બર, 2018માં રમેશ બાવા IL&FSના એમડી અને સીઈઓ પદેથી રાજીનામું આપી ચુક્યા છે. તેમણે એવા સમયે રાજીનામું આપ્યું જ્યારે કંપની નાણાકીય કટોકટીનો સામનો કરી રહી હતી. કંપનીએ પોતાની નાણાકીય સ્થિતિ અંગે બોમ્બે સ્ટોક એક્સેન્જને પણ જણાકારી આપી છે. તેમાં જણાવાવમાં આવ્યું કે,  કંપનીના સીઈઓ અને એમડી પદેથી રમેશ બાવાએ રાજીનામું આપ્યું છે.

આ ઉપરાંત કંપનીના સ્વતંત્ર નિર્દેશક રેણુ ચાલ્લુષ, સુરિંદરસિંહ કોહલી, શુભલક્ષ્મી પાનસે સહિતા પદાધિકારીઓએ પણ રાજીનામાં આપી ચૂક્યા છે. IL&FSની આર્થીક કટોકટીના કારણે ગુજરાતની અમુલ અને રાજ્ય સરકારની અનેક કંપનીઓના કર્મચારીઓના પ્રોવિડંડ ફંડના કરોડ રૂપિયા જોખમમાં મુકાયા છે. મળતી માહિતી મુજબ ગુજરાત સરકારના જાહેર સાહસની કંપનીઓ જીએસએફસી, જીએનવીએફસી અને જીઆઇપીસીએલના પ્રોવિડંડ ફંડ ટ્રસ્ટના રૂપિયા IL&FSના બોન્ડ્સમાં રોકાયેલા છે.

હવે જ્યારે કંપની આર્થિક મુશ્કેલીમાં છે ત્યારે રોકાણરોના હજારો કરોડ રૂપિયા આમાં ફસાઈ ગયા છે જે પાછા મળશે કે કેમ તે એક મોટો સવાલ પેદા થાય છે. IL&FSના બોન્ડ એક સમયે A રેટિંગ્સ ધરાવતા હતા જેમાં સારું વળતર મળવાની આશાએ આ કંપનીઓએ રોકાણ કર્યું હતું. પરંતુ હવે જ્યારે IL&FS પોતે જ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે તે હવે રોકાણકારોને રિટર્ન આપી શકે તેવી પરિસ્થિતિમાં નથી.

પોતાના પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ ન થવાથી કંપની પાસે નાણાની તંગી ઊભી થઈ છે. આ ઉપરાંત તેની પેટા કંપની IL&FS ફાઇનાન્સિયલ સેર્વિસિસ કે જેણે કોમર્શિયલ પેપર બહાર પડ્યા હતા તેને અંદાજે 500 મિલિયન ડોલરનું ચૂકવણું કરવાનું છે અને આની સામે તેની પાસે કંપની પાસે 27 મિલિયન ડોલર જ છે. સરકાર પાસેથી જે પેમેન્ટ મળવાનું હતું તે ન મળવાના કારણે કંપની આર્થિક મુશ્કેલીમાં મુકાયા.

Read Also

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

મહેસાણા : જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ, પરિસ્થિતિને કાબુમા લેવા પોલીસના ધાડા ઉતર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!