GSTV
Home » News » રાહુલ ગાંધીના ખાસ અને કોંગ્રેસના કદાવર નેતાએ મોદીના કર્યા બેફાટ વખાણ, મોદીએ પણ માન્યો આભાર

રાહુલ ગાંધીના ખાસ અને કોંગ્રેસના કદાવર નેતાએ મોદીના કર્યા બેફાટ વખાણ, મોદીએ પણ માન્યો આભાર

કોંગ્રેસના મુંબઇના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ મુરલી દેવરાના પુત્ર અને ભૂતપૂર્વ સાંસદ મિલિંદ દેવરાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકામાં યોજાએલા હાઉડી મોદી કાર્યક્રમને બિરદાવ્યો હતો. અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં રવિવારે 22 સપ્ટેંબરે હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમેરિકામાં વસતા પચાસ હજાર જેટલા  ભારતીયો હાજર રહ્યા હતા. આ સમારંભમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ એકાદ કલાક હાજરી આપી હતી. બંને નેતાઓએ એકમેકની દોસ્તીને બિરદાવતા પ્રવચનો કર્યા હતા. આંતરરાષ્ટ્રીય મિડિયાએ આ પ્રોગ્રામની ભારોભાર પ્રશંસા કરી હતી.

હ્યુસ્ટનમાં આપનું પ્રવચન ભારતની સોફ્ટ પાવર કૂટનીતિની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું

મિલિંદ દેવરાએ સોમવારે કહ્યું હતું કે ભારતની સોફ્ટ પાવર કૂટનીતિની દ્રષ્ટિએ આ કાર્યક્રમ અત્યંત મહત્વનો ગણી શકાય. તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સંબંધો બાંધવાના પ્રણેતાઓમાં મારા પિતા મુરલી દેવરાનો પણ સમાવેશ થાય છે. મિલિંદે વડા પ્રધાનને અભિનંદનનો સંદેશ આપતાં કહ્યું કે હ્યુસ્ટનમાં આપનું પ્રવચન ભારતની સોફ્ટ પાવર કૂટનીતિની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું હતું.

Milind Deora FIR

મિલિંદ દેવરા રાહુલ ગાંધીની યૂવા ટીમના એક મહત્વના સભ્ય

જવાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત અને અમેરિકાના વચ્ચેના સંબંધો ગાઢ બનતા જોઇને મારા મિત્ર મુરલી દેવડા પણ ખુશ થયા હોત. તમારા પ્રતિભાવ બદલ આભાર. અત્રે એ યાદ રહે કે વડા પ્રધાને 2014થી 2019 દરમિયાનના પોતાના શાસનકાળ દરમિયાન મોટા ભાગના નેતાઓ સાથેના સંબંધો એવા વિકસાવ્યા હતા કે લોકસભાની છેલ્લી બેઠકમાં સમાજવાદી પક્ષના નેતા મુલાયમ સિંઘ યાદવે જાહેરમાં સૌના સાંભળતાં કહ્યું હતું કે તમે વડા પ્રધાન તરીકે પાછાં ફરો એવી મારી તમને શુભેચ્છા છે. એ સમયે પણ વડા પ્રધાને હાથ જોડીને મુલાયમ સિંઘનો આભાર માન્યો હતો. મિલિંદ દેવરા રાહુલ ગાંધીની યૂવા ટીમના એક મહત્ત્વના સભ્ય રહ્યા હતા. તાજેતરની લોકસભાની ચૂંટણી એ જીતી શક્યા નહોતા.

Related posts

ગુજરાતના આ ગામના નિયમો છે અલગ, દારૂ પીતા પકડાયા તો આપવી પડશે આવી પાર્ટી

Kaushik Bavishi

ઇમરાન ખાનને ઘરમાં જ પડકાર, સરકાર વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શન કરશે બિલાવલ ભુટો

Bansari

મંદીની વચ્ચે મોદી સરકારનાં આ નિર્ણયથી IMF ખુશ, કહ્યુ-રોકાણ વધશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!