GSTV
Home » News » 40 ટકા માર્કસ લાવનાર પાસે છે સત્તા, ફડણવીસના આ ખુલાસાઓ ઉદ્ધવનું વધારશે ટેન્શન

40 ટકા માર્કસ લાવનાર પાસે છે સત્તા, ફડણવીસના આ ખુલાસાઓ ઉદ્ધવનું વધારશે ટેન્શન

આખરે મહારાષ્ટ્રનું રાજકીય નાટક પૂરું થયું. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની પસંદગી પણ બિનહરીફ રહી છે. કોંગ્રેસના ઉમેદવાર નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા અધ્યક્ષ બન્યા છે. ભાજપના કિશન કથોરેએ તેમનું નામ પાછું ખેંચ્યું ત્યારે આ બન્યું. મહારાષ્ટ્રમાં તમામ રાજકીય પક્ષોની સર્વપક્ષીય બેઠક બાદ ભાજપે આ નિર્ણય લીધો હતો. બીજેપીએ સ્પષ્ટ કર્યું કે, અમે મહારાષ્ટ્રની પરંપરાને ધ્યાનાં રાખી છે અને આપણે આ પદને વિવાદમાં ન લાવવું જોઈએ. તેથી, અમે અમારા ઉમેદવારનું નામ પાછું ખેંચી લીધું છે.

દરમિયાન, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું કે, રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરવા છતાં ભાજપ સત્તા પર આવી શક્યું નથી, કારણ કે, રાજકીય લાયકાત મેરિટ પર ભારે પડી. ચૂંટણી પહેલા ફડણવીસ દ્રારા આપવામાં આવેલ ‘હું પાછો ફરીશ’ પર તંજ કસવા અંગે પૂર્વ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું કે, તેમણે આવું કહ્યું, પરંતુ આના માટે સમય આપવાનું ભુલી ગયા હતા. તેમણે કહ્યું કે, … તમારે થોડો સમય રાહ જોવી પડશે.

રાજ્ય વિધાનસભામાં વિપક્ષી નેતા બનવા બદલ અભિનંદન આપવા માટેનો પ્રસ્તાવ લાવવામાં આવ્યા બાદ ફડણવીસે આમ કહ્યું હતું. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને એનસીપીના જયંત પાટિલ અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા બાળાસાહેબ થોરાટ અને પાર્ટીના અન્ય સભ્યોએ ટેકો આપ્યો હતો. ફડણવીસે કહ્યું, ‘ભાજપને જનાદેશ મળ્યો, કારણ કે આપણો પક્ષ એકમાત્ર સૌથી મોટો પક્ષ છે. 21 ઓક્ટોબરની વિધાનસભાની ચૂંટણીમાં, અમારો સ્ટ્રાઇક રેટ 70 ટકા રહ્યો, પરંતુ ‘ રાજકીય ગુણાગણિત યોગ્યતા પર ભારે પડ્યું.’ ચૂંટણીમાં 40 ટકા માર્કસ મેળવનારાઓએ સરકાર બનાવી.

તેમણે કહ્યું, ‘અમે તેને લોકશાહીના ભાગ રૂપે સ્વીકારી રહ્યા છીએ. ગૃહમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહીત કેટલાંક નેતાઓએ ચૂંટણી પહેલા ‘હું પાછા આવીશ’ નારા માટે ફડણવીસની ટીકા કરી હતી. તેના જવાબમાં ફડણવીસે કહ્યું, ‘મેં કહ્યું હતું કે’ હું પાછો આવીશ ‘પણ હું તમને આ માટે સમય આપવાનું ભૂલી ગયો છું. તેમ છતાં હું તમને એક વાતની ખાતરી આપી શકું છું કે તમારે થોડો સમય રાહ જોવી પડશે. તેમણે કહ્યું કે, મેં પાંચ વર્ષમાં ઘણા પ્રોજેક્ટની જાહેરાત જ કરી નથી, પરંતુ તેના પર કામ શરૂ કરી દીધું છે. હું તેમનું ઉદ્ઘાટન કરવા પાછો આવી શકું છું. ફડણવીસે ગૃહને બંધારણીય અને કાયદાકીય મર્યાદામાં કાર્ય કરવાની ખાતરી પણ આપી હતી. તેમણે કહ્યું કે, ‘હું કેટલાક સિદ્ધાંતો અને કોઈપણ વ્યક્તિગત એજન્ડા વિના સરકારનો વિરોધ કરીશ’.

READ ALSO

Related posts

‘કોંગ્રેસની હંમેશાથી લૂંટો અને લટકાવોની જ નીતિ રહી છે’ વિપક્ષ પર પીએમ મોદીના આકરા પ્રહાર

Bansari

રામ જન્મભૂમિ મામલે નિર્મોહી અખાડા સહિત 18 રિવ્યૂ પિટીશન પર આજે સુનાવણી

Bansari

નાગરિકતા સંશોધન બિલ વિરોધ : ગુવાહાટી બાદ શિલોંગમાં પણ કર્ફ્યૂ, 48 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!