ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવને મોટી જવાબદારી મળી છે. BRICS દેશોની ન્યૂ ડેવલોપમેન્ટ (NDB)એ ભારતના પ્રાદેશિક કાર્યલયના ડિરેક્ટર જનરલ તરીકે પૂર્વ મુખ્ય સચિવ ડીજે પાંડિયનની નિમણૂંક કરી છે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં NDBની પ્રાદેશિક કચેરી સ્થપાવાની છે. ઉલ્લેખનીય છે કે ડીજે પાંડિયન અગાઉ એશિયન ડેવલોપમેન્ટ બેંકમાં સેવા આપી ચુક્યા છે. ડીજે પાંડીયન 1981 બેચના IAS ઓફિસર છે.

- ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવને મળી મોટી જવાબદારી
- ડી.જે.પાંડિયન બન્યાં ન્યૂ ડેવલપમેન્ટ બેન્કના ડીજી
- NDB, શાંઘાઇની ગાંધીનગર સ્થિત કચેરીમાં સંભાળશે ડીજીનું પદ
- એશિયન ડેવલપમેન્ટ બેન્કમાં સેવા આપી ચૂક્યાં છે પાંડિયન
- ગાંધીનગર ગીફ્ટ સિટી સ્થપાવાની છે NDBની પ્રાદેશિક કચેરી
- 1981 બેચના IAS ઓફિસર છે ડી.જે.પાંડિયન
બેંકે ડી.જે. પાંડિયનને ટાંકીને જણાવ્યું કે NDBએ ભારતમાં 7.2 બિલિયન ડોલરના 20 પ્રોજેક્ટ મંજૂર કર્યા છે. IRO આ પ્રોજેક્ટ્સના અસરકારક અને કાર્યક્ષમ અમલીકરણને સમર્થન આપશે અને ઇચ્છિત પ્રોજેક્ટ પરિણામો પ્રાપ્ત કરવા પર પ્રોજેક્ટ અમલીકરણ એજન્સીઓ સાથે નજીકથી કામ કરશે. IRO નવા પ્રોજેક્ટ તૈયાર કરવામાં અને સરકારી સંસ્થાઓને ક્ષમતા નિર્માણમાં મદદ કરવામાં અને તકનીકી સહાય પૂરી પાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન