અનૂપ જલોટાને છોડી બિગબૉસના આ કન્ટેસ્ટન્ટ સાથે ફરી રહી છે જસલીન મથારુ, તસવીરો જોઇને રહી જશો દંગ

બિગબૉસના ઘરમાંથી બહાર આવ્યા બાદ જસલીન મથારુ ફરી એકવાર ચર્ચામાં આવી છે. પરંતુ આ વખતે તે પોતાના ગુરુજી અનુપ જલોટાના કારણે નહી પરંતુ અન્ય કારણોસર ચર્ચામાં છે. હકીકતમાં બિગબૉસના ગ્રાન્ડ ફિનાલે પહેલાં જસલીન મથારુની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં જસલીન બિગબૉસની 12મી સીઝનના કન્ટેસ્ટન્ટ શિવાશીષ મિશ્રા અને રોશ્મિ બાનિક સાથે નજરે પડી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરોમાં જોઇ શકાય છે કે શૉ દરમિયાન તેમની વચ્ચે સારુ બોન્ડિંગ થઇ ગયું છે. બિગબૉસના ઘરની બહાર પણ તેમની મિત્રતા કાયમ છે.

જસલીનની આ તસવીરો તેના એક ફેન ક્લબે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શિવાશીષ સાથે જસલીનને જોવી ચોંકાવનારી વાત નથી કારણ કે બિગબૉસમાં પણ અનુપ જલોટાના ઘરની બહાર ગયાં બાદ જસલીન અને શિવાશીષ એકબીજાની નજીક આવ્યાં હતા.

દોસ્તો સાથે એન્જોય કરી રહેલી જસલીનને ફિનાલે એપિસોડની ગેસ્ટ લિસ્ટમાં સામેલ કરવામાં આવી ન હતી. સાથે જ શિવા, સૌરભ, રોશ્મિ, કીર્તી અને અનુપ જલોટા પણ ફિનાલેનો હિસ્સો ન હતા.

જણાવી દઇ કે બિગ બૉસની 12મી સીઝનની સૌથી ચર્ચિત જોડી અનુપ જલોટા તથા જસલીન મથારુની રહી છે. પહેલા અનુપ અને હવે જસલીન બેઘર થઇ ગઇ છે. જસલીનને તે વાત પર આશ્વર્ય થયું છે કે તે ફિનાલે વીક પહેલાં જ કેવી રીતે બહાર થઇ ગઇ.

65 વર્ષના ભજન ગાયક અનુપ જલોટા અને 28 વર્ષની જસલીનની લવ સ્ટોરીએ સૌકોઇને ચોંકાવી દીધા હતા. બંનેએ ફક્ત પોતાના સંબંધોનો સ્વીકાર જ નથી કર્યો પરંતુ બિગ બૉસના ઘરમાં ડેટ જેવા દ્રશ્યો ફિલ્માવતી વખતે પણ તેમણે સંકોચ વ્યક્ત કર્યો ન હતો.

અનુપ જલોટાએ ઘરમાંથી બહાર આવ્યાં બાદ ખુલાસો કર્યો હતો કે જસલીન તેમની દિકરી સમાન છે. તે તેનું કન્યાદાન કરવા માટે તાર છે. તેમણે કહ્યું કે તેમનો સંબંધ ફક્ત મનોરંજન માટે શરૂ કરવામાં આવ્યો હતો. જસલીન ફક્ત તેની શિષ્યા છે.
તેવામાં જસલીને પણ બહાર આવ્યા બાદ પોતાના રિલેશનશીપની અલગ જ કહાની રજૂ કરી છે. તેમણે કહ્યું કે આ ફક્ત એક પ્રેંક હતો. તેને લાગ્યું હતું અનુપ જલોટા બધુ જ ક્લિયર કરી દેશે પરંતુ તેઓ ચુપ રહ્યાં અને આ બધુ ચાલતું રહ્યુ. આવું ફક્ત લોકોને મનોરંજન પુરુ પાડવા માટે કરવામાં આવ્યું હતું, તેનું જલોટા સાથે કોઇ અફેર નથી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter