GSTV
Home » News » મતગણતરી પછી પણ 45 દિવસ સુધી ઇવીએમને સ્ટ્રોંગ રૂમમાં રખાય છે

મતગણતરી પછી પણ 45 દિવસ સુધી ઇવીએમને સ્ટ્રોંગ રૂમમાં રખાય છે

evm strong room

લોકસભાની ચૂંટણી પૂરી થઇ છે. આ ચૂંટણીમાં ઇવીએમ પર ખુબ ચર્ચાઓ પણ થઇ. ચૂંટણી પંચ દ્વારા આ લગભગ ૯૦ કરોડ મતદારો માટે લાખો ઇવીએમની વ્યવસ્થા કરી હતી. જેમાં ૬૦ કરોડ મતદારોએ પાતાના કિંમતી મત આપ્યા.ચૂંટણીની તારીખો જાહેર થઇ ત્યારથી લઇને પરિણામ આવ્યુ ત્યાં સુધી વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા ઇવીએમ અંગે વિવિધ આક્ષેપો થતા રહ્યા. પરંતુ હવે આગળ કોઇ ચૂંટણી આવે ત્યાં સુધી બદુ શાંત થઇ ગયુ છે. ત્યારે સવાલ એ છે કે ચૂંટણી પત્યા બાદ આ લાખો ઇવીએમનું શું થાય છે? 

એક વખત મતગણતરી થઇ જાય અને પરીણામ જાહેર થાય બાદમાં ઇવીએમને ખરી એક વખત સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેે છે. આ રૂમને બંધ કરીને રાજકીય પ્રતિનિધીઓની હાજરીમાાં તને ફરી એક વખત સીલ પણ કરવામાં આવે છે. મતગણતરી પછી પણ ૪૫ દિવસ સુધી ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં જ રહે છે. જો કોઇ ઉમેદવારને મતગણતરી અંગે કોઇ શંકા હોય તો તે ૪૫ દિવસની અંદર તે ફરી વખત ગણતરી માટેની અરજી કરી શકે છે. આ ૪૫ દિવસ દરમિયાન પણ ઇવીએમની સુરક્ષામાં કોઇ ઘટાડો થતો નથી. મતગણતરીના પહેલાની જેમજ કેન્દ્રીય અને રાજ્યના સુરક્ષા દળ સુરક્ષામાં હોય છે. 

૪૫ દિવસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ઇવીએમને સ્ટોરેજ રૂમમાં ખસેડવામાં આવે છે. જ્યાં ચૂંટણી પચના એન્જિનયરો દ્વારા ઇવીએમની તપાસ કરવામાં આવે છે. ઘણા બધા પ્રકારે આ તપાસ થાય છે. બધુ જ બરાબર જણાયા બાદ બીજા મતદાન માટે ઇવીએમ સક્ષમ છે તોમ જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ જરૂર પ્રમાણે ઇવીએમને અલગ અલગ જગ્યાઓ પર મોકલવામાં આવે છે. 

ત્યારબાદ પણ નવા મતદાનમાં ઇવીએમની ફાળવણી કરતા પહેલા એન્જિનયરે દ્વારા ફરી અનેક રાઉન્ડમાં ઇવીએમનું ચેકીંગ કરવામાં આવે છે. ત્યારબાદ ફરી બધી રાજકીય પક્ષોના પ્રતિનિધીઓની હાજરીમાં પણ ઇવીએમનું ચેકીંગ કરાય છે. ઉપરાંત દરેક ચૂંટણી વખતે કુલ ઇવીએમના ૨૦ ચટકા ઇવીએમને રિઝર્વ રાખવામાં આવે છે. જેથી કોઇ ઇવીએમ બગડે તો તરત જ રીપ્લેસ કરી શકાય.

READ ALSO

Related posts

સંભોગ દરમિયાન ન વાપરો આ ચીકણો પદાર્થ નહીંતર….

Arohi

39500ને પાર થયું સોનાની કિંમત, ચાંદીમાં આવ્યો 450 રૂપિયાનો ઉછાળો

pratik shah

TikTok વીડિયો બનાવવા માટે કરી આવી દરિંદગી, કૂતરાને ચામડીથી પકડી ખીણમાં ફેંક્યો અને…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!