લોકસભાની ચૂંટણી પૂરી થઇ ગઇ છે. આ ચૂંટણીમાં EVMના રોલ પર અનેક દલીલો થતી રહે છે. આશરે 90 કરોડ મતદાતાઓ માટે ચૂંટણી આયોગે લાખો EVMની વ્યવસ્થા કરી હતી. આ મતદાનમાં આશરે 60 કરોડ મતદાતાઓએ મતદાન કર્યુ. ચૂંટણી પહેલાં EVM પર સવાલ ઉઠાવનાર પાર્ટીઓએ પરિણામ બાદ ચૂંટણી આયોગની કાબેલિયત અને EVM ક્ષમતા પર સવાલ નથી ઉઠાવ્યાં. ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં EVMનું આખરે થાય છે શું? શું તેને ફરીથી સંભાળીને મુકી દેવામાં આવે છે? શું તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવશે/ જો હા તો તેની પ્રક્રિયા શું છે? EVM સાથે સંબંધિત આ તમામ સવાલોનો જવાબ અમે તમને આપીશું.
અંધારામાં રાખવામાં આવે છે EVM
મતગણતરી બાદ EVMનું શું થાય છે તે જણાવતા પહેલાં અને તમને થોડા ભૂતકાળમાં લઇ જઇએ. મતદાન પૂર્ણ થતાં જ EVMને સઘન સુરક્ષામાં સ્ટ્રોન્ગ રૂમમાં લાવવામાં આવે છે. અહી EVMને અંધકારમાં રાખવામાં આવે છે. જ્યાં EVM રાખવામાં આવે છે ત્યાં કોઇપણ પ્રકારની ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પણ નથી હોતી. એકવાર મતગણતરીની પ્રક્રિયા પૂરી થઇ જાય તે બાદ અનેક દસ્તાવેજી પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે.
મતગણતરીના 45 દિવસ સુધી સુરક્ષિત રહે છે તમારો વોટ
ઉમેદવારને વિજેતા ઘોષિત કર્યા બાદ EVMને ફરી એકવાર સ્ટ્રોન્ગ રૂમમાં રાખવામાં આવે છે અને રૂમને બંધ કરીને ફરીથી સીલ કરી દેવામાં આવે છે. આ પ્રક્રિયા ઉમેદવારોના પ્રતિનિધીઓની હાજરીમાં કરવામાં આવે છે. તેમના હસ્તાક્ષર લેવામાં આવે છે. ચૂંટણી આયોગના એક અધિકારીએ જણાવ્યું કે, ચૂંટણી પરિણામની ઘોષણા બાદ ઉમેદવારોને 45 દિવસનો સમય આપવામાં આવે છે આ અવધિ દરમિયાન જો ઉમેદવારને મતગણતરી પ્રક્રિયા પર શંકા હોય તો તે ફરીથી મતગણતરી માટે અરજી કરી શકે છે. 45 દિવસની સમય મર્યાદા પૂર થયા બાદ ફરીથી મતગણતરી માટે અરજી ન કરી શકાય.
ચૂંટણી આયોગના એક અધિકારીએ જણાવ્યું કે,કુલ 45 દિવસો સુધી તે જ સ્ટ્રોન્ગ રૂમમાં EVMને સંપૂર્ણ સુરક્ષા સાથે રાખવામાં આવે છે. કેન્દ્રીય અને રાજ્યના સુરક્ષા દળો તેની સુરક્ષા કરે છે. 45 દિવસ પૂરી થયા બાદ EVMની સંપૂર્ણ સુરક્ષા સાથે સ્ટોરેજ રૂમ લઇ જવામાં આવે છે. તે બાદ ચૂંટણી આયોગના એન્જિનિયર EVMની તપાસ કરે છે. અનેક ચરણોમાં તેની તપાસ કરવામાં આવે છે. બધુ જ યોગ્ય હોય તે બાદ EVMને અન્ય મતદાન માટે ટેક્નિકલ રૂપે સક્ષમ ઘોષિત કરવામાં આવે છે. તે બાદ જરૂરિયાત પ્રમાણે EVM મોકલવામાં આવે છે.
અનેક રાઉન્ડમાં ચેકિંગ કરે છે એન્જિનિયર
તેની પહેલાં પણ ચૂંટણી આયોગ અનેક દોરનું ચેકિંગ કરે છે. EVMને મતદાન માટે મોકલતા પહેલાં રાજકીય દળોના પ્રતિનિધીઓને બોલાવવામાં આવે છે અને તેમની સામે મૉક ટેસ્ટ કરવામાં આવે છે. આ પ્રક્રિયા અનેક ચરણોમાં થાય છે અને રાજકીય દળોના પ્રતિનિધીઓને સંતુષ્ટ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા બાદ સંબંધિત અધિકારી હસ્તાક્ષર કરે છે. આ સાથે જ રાજકીય દળોના પ્રતિનિધીઓ પણ પોતાના હસ્તાક્ષર કરે છે.
20 ટકા રિઝર્વ EVM
ચૂંટણી આયોગના અધિકારીએ જણાવ્યું કે ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતા કુલ EVMના 20 ટકા રિઝર્વ તરીકે રાખવામાં આવે છે જેથી જો ટેક્નિકલ ખામીઓ ઉભી થાય તો આ વધારાના EVMથી કામ ચલાવી શકાય. ચૂંટણી આયોગના અધિકારીએ જણાવ્યું કે EVM અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જેવા હોય છે. જો તેને યોગ્ય રીતે રાખવામાં આવે તો તે સારી રીતે કામ કરે છે. તે ખૂબ જ સુરક્ષિત હોય છે. તેમાં કોઇપણ પ્રકારના ચેડા કરી શકવાની દૂર-દૂર સુધી કોઇ શક્યતા નથી. ખરાબ EVMને નષ્ટ કરી દેવામાં આવે છે.
Read Also
- 13 જુલાઈએ વિદ્યાસહાયકોને અપાશે કોલ લેટર, શિક્ષણ મંત્રીની જાહેરાત પછી જૂના શિક્ષકો થયા નારાજ
- પ્રથમ ટી- 20 / ભારતની ટોસ જીતીને પ્રથમ બેટિંગ, આ ખેલાડીએ કર્યું ડેબ્યુ
- આ છે ભારતના ‘TREE MAN’, અત્યાર સુધીમાં વાવી ચુક્યા છે 1 કરોડ વૃક્ષો
- ભેટ / વારાણસીમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું કર્યુ ઉદ્ઘાટન-ખાતમુહૂર્ત, નવી શિક્ષા નીતિ દેશને આપશે નવી દિશા
- ટેક્સથી બચવા VIVOએ ચીન મોકલ્યા 62 હજાર કરોડ રૂપિયા, EDની તપાસમાં થયો મોટો ખુલાસો