GSTV
Home » News » મતદાનની પહેલી અડધી કલાકમાં જ ત્રણ જગ્યાએ EVM ખોટકાયા

મતદાનની પહેલી અડધી કલાકમાં જ ત્રણ જગ્યાએ EVM ખોટકાયા

Rahul Gandhi wayanad

સવારથી જ મતદાન માટે લોકોની ઠેર ઠેર લાઈનો લાગી હતી. આ વચ્ચે મતદાનની પ્રક્રિયા ખોરંભાવાના કારણે નવસારી, વલસાડ અને હિંમતનગરમાં ઈવીએમ ખોટકાયું હતું. જેના કારણે સવારથી લાંબી કતારોમાં ઉભેલા લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ટેક્નિકલ ખામીના સર્જાવાના કારણે બુથના લોકોએ પણ તાત્કાલિક ધોરણે ઈવીએમ બદલવાની પ્રક્રિયાને આરંભી દીધી હતી. આ વચ્ચે લોકોને પણ પોતાનો કિંમતી મત આપવામાં વિલંબનો સામનો કરવો પડ્યો હતો.

મહત્વનું છે કે વડાપ્રધાન આજે ગુજરાતમાં આવી પહોંચ્યા છે તે આજે રાણીપમાં વોટ કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મતદાન કરે તે પહેલા તેમના માતાના આશિર્વાદ લેવા પહોંચ્યા. ગઈકાલે રાતથી ગુજરાતમાં  આવી પહોંચેલા વડાપ્રધાન મોદીએ રાજભવનમાં રાત્રિ રોકાણ કર્યુ હતુ. અને સવારે તેઓ રાયસણ ખાતેના વૃંદાવન બંગ્લોઝ  ખાતે પહોંચ્યા ત્યાં માતાના આશિર્વાદ મેળવ્યા હતા.

Read Also

Related posts

પાલનપુરની સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટર સામે એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ

Nilesh Jethva

સુરતમાં સ્કૂલવેન ચાલકો પાસે ઉઘાડી લૂંટ કરતા એજન્ટોનો વીડિયો વાયરલ

Nilesh Jethva

કાંકરીયા: એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તૂટી પડવાનો મામલો, રાજયકક્ષાના પ્રધાને કર્યું ગૃહમાં સંબોધન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!