GSTV
Home » News » લોકસભાની ચૂંટણીમાં EVMમાં થઈ હતી ગડબડી, સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો

લોકસભાની ચૂંટણીમાં EVMમાં થઈ હતી ગડબડી, સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો

evm strong room

2014ની લોકસભાની ચૂંટણીમાં 370 લોકસભા બેઠકો પર મતની સંખ્યામાં ભારે ગડબડ થઈ હતી. આ ગડબડ ઇવીએમના કારણે થઈ હતી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા દાવો કરવામાં આવ્યો છે. એડીઆરના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચે આ અંગે કંઇપણ જણાવવાની ના પાડી દીધી છે. આ મુદ્દે એડીઆર દ્વારા હવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. આ અરજી 15 નવેમ્બરના રોજ કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટ ને અપીલ કરવામાં આવી છે કે તે ભારતીય ચૂંટણી પંચને એ નિર્દેશ આપે કે, કોઇપણ ચૂંટણીના પરિણામ જાહેર કરતા પહેલા તે યોગ્ય ડાટા ઉપલબ્ધ કરાવે કે, કેટલા વોટ પડ્યા.

અરજી કરનારે કોર્ટમાં એમ પણ અપીલ કરી છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ડાટાને લઇને થયેલી વિસંગતિઓની પણ તપાસ કરવામાં આવે અરજી કરનારે વર્ષ 2019માં ચૂંટણી પંચ તરફથી ઉપલબ્ધ કરવામાં આવેલા ડાટામાં ખામીઓ હોવાની વાત કહી છે. તેમા કહેવામાં આવ્યું કે, 2014ના ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ પંચની વેબસાઇટ અને તેમના એપ (My Voters Turnout App) પર જે વોટિંગ ડાટા ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા, તેમા કેટલીય વાર બદલાવ કરવામાં આવ્યા હતા. અને બની શકે છે કે આ બદલાવ ખામીઓને છુપાવવા માટે કરવામાં આવ્યો હોય.

VVPAT Election Commission

અરજી કરનારે કહ્યું કે ડાટામાં કરવામાં આવેલા બદલાવ પર પંચ તરફથી કંઇપણ કહેવામાં આવ્યું નથી. ADRનું કહેવું છે કે વિશેષજ્ઞોની ટીમને રિસર્ચ બાદ જાણવા મળ્યું છે કે, કાઉન્ટિંગ દરમિયાન વોટોની કુલ સંખ્યા અને EVMમાં પડેલા વોટોની કુલ સંખ્યા અલગ-અલગ નિર્વાચન ક્ષેત્રોમાં અલગ-અલગ હતી. આ રિસર્ચ એ ડાટાના આધાર પર કરવામાં આવ્યો હતો જે ડાટા આયોગની તરફથી 28 મે 2019 અને 30 જૂન 2019એ વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા.

VVPAT lok sabha

ADRએ ચૂંટણીપંચ ઉપર આક્ષેપ મુકતા જણાવ્યું હતું કે ચૂંટણીપંચે જ્યાં સુધી મત ગણતરી કરી રહેલા Returning Officers સત્તાવાર ડાટા આપે નહિ ત્યાં ચૂંટણીના પરિણામોની જાહેરાત ન કરવી જોઈએ. અરજી કરનારનું સુપ્રીમ કોર્ટમાં કહેવું છે કે, કુલ 347 બેઠકો પર પડેલા કુલ વોટ અને EVMમાં પડેલા વોટોની કુલ સંખ્યામાં તફાવત છે. સૌથી ચોંકાવનારી વાત છે કે, 6 બેઠક એવી છે જ્યાં વોટોના તફાવતની સંખ્યા ઉમેદવારના જીતના માર્જિનથી પણ વધારે છે.અરજીકર્તાએ યૂકે, ફ્રાન્સ, પેરૂ અને બ્રાઝીલ જેવા કેટલાક દેશોનું ઉદાહરણ આપતા કહ્યું છે કે આ દેશોમાં ચૂંટણીના પરિણામ એક નક્કી ઓથોરિટીની તપાસ-ચકાસણી બાદ જ જાહેર કરવામાં આવે છે.

READ ALSO

Related posts

અમિત શાહના નિવેદન પર બાંગ્લાદેશના વિદેશમંત્રીએ આપ્યો જવાબ, મહેમાન બનવા આપ્યું આમંત્રણ

Mayur

આજે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન, 309 મૂરતિયાઓ મેદાનમાં

Mayur

રસ્તા પર કિન્નરોએ મચાવ્યો આતંક, પોલીસે રોકવાની કરી કોશિશ તો ઉતાર્યા કપડાં

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!