GSTV
ELECTION BREAKING -2022 Gujarat Election 2022 ગુજરાત ટોપ સ્ટોરી

GUJARAT ELECTION / પ્રથમ તબક્કામાં EVMની બુમરાણ, મતદાનના બહિષ્કારથી લઈ વિજળી ગુલ સુધી, જાણો તમામ મોટા અપડેટ

રાજકોટના ઉપલેટા તાલુકા શાળામાં બુથ સવારથી બંધ જોવા મળ્યુ. ઉપલેટા વોર્ડ 4 નું બુથ નંબર 89 બંધ હતુ. સવારે ચેક થયા બાદ મશીનમાં આવેલી ખરાબીને લઈને એક પણ મત પડયો ન હતો.

-તાપીના નિઝર વિધાનસભા મતવિસ્તારમાં ઉચ્છલના જામકી ગામે ઇવીએમ ખોટકાયું હતુ. જેને પગલે વહેલી સવારથી લાઈનમાં ઉભેલા મતદારો પરેશાન થયા હતા.

-આહવા તાલુકાના બીલમાળના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો. સ્થાનિક સમસ્યાને લઈ અનેક રજુઆત છતાં કોઈ નેતાઓએ ધ્યાન પર ન લેતા ચૂંટણી બહિષ્કાર કર્યો.

-વલસાડના ઉમરગામ પાલિકાના ટાઉન વિસ્તારમાં નિરસ મતદાન સામે આવ્યું. મતદાન બુથો પર મતદારોની નજીવી હાજરી જોવા મળી. ભાજપ શાસિત ઉમરગામ પાલિકા વિસ્તારમાં દરિયાકાંઠા વિસ્તારના લોકોમાં નારાજગી હોવાની ચર્ચા સામે આવી હતી.

-સુરત જિલ્લાના બારડોલીનો યુવાન મતદાનથી વંચિત રહ્યો. બારડોલી નગરના વોર્ડ નંબર 3માં પચાસ ગાળાનો યુવાન પોતાની ફરજ પ્રમાણે મતદાન કરવા પહોંચ્યો હતો. જો કે યુવાન મતદાન કરવા માટે પહોંચતા પહેલેથી યુવાનના નામે PB મતદાન નોંધાઇ ચૂક્યું હતું.

-પોરબંદરમાં નવયુગ મતદાન મથક પાસે ભાજપનો લોગો વાળી છત્રી જોવા મળતા પોરબંદર કોંગ્રેસ દ્વારા ચૂંટણી શાખાને ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલીક ભાજપની છત્રી દૂર કરવાની કામગીરી કરી હતી.

-જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં સમગ્ર ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. રાજાશાહી વખતથી મહિલાઓ માટે અલગ મતદાન બુથ ફાળવવામાં આવતું હતું. જો કે મહિલાઓ માટે અલગ મતદાન બુથ ન રાખતા ગ્રામજનોએ બહિષ્કાર કર્યો હતો.

-નર્મદા દેડિયાપાડામાં સમાવિષ્ઠ સામોટ ગામના ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. અને મતદાન કર્યું ન હતું. સામોટ પ્રાથમિક શાળા ખાતે બે મતદાન કેન્દ્રો પર ૧૬૨૫ સ્ત્રીઓ અને પુરુષોએ મતદાન કર્યું ન હતું.

-કતારગામ વિધાનસભા મત વિસ્તારમાં આવેલા સદગુરુ વિદ્યાલયમાં મતદાનની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે અચાનક પાવર કટ થઈ ગયો હતો. આ પાવર થતાં મતદારો અકળાયા હતા.

-ચૂંટણી પહેલા જ આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ એવી જાહેરાત કરી હતી કે જો કુમાર કાનાણી (કાકા) જીતશે તો માનગઢ ચોકમાં તેમને ખભે બેસાડીને હું ફેરવીશ. ત્યારબાદ આજે મતદાન કરવા જતા પહેલા અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણીને પગે લાગીને આશીર્વાદ લઇ મતદાન કરવા ગયા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

-ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે રહેણાંક સોસાયટીના લોકો સાથે ધાર્મિક સંપ્રદાયના સંતોએ પણ સમૂહ મતદાન કર્યું હતું. સુરતના વેડ રોડ ગુરુકુળ ખાતે સ્વામિનારાયણ મંદિરના સંતો પ્રક્રિયા શરૂ થાય તેની સાથે જ સમૂહમાં મતદાન કરવા નીકળ્યા હતા. સંપ્રદાયના સંતોએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

READ ALSO

Related posts

Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા

Padma Patel

Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ

Padma Patel

કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે

Nakulsinh Gohil
GSTV