GSTV

તમારી ગેરહાજરીમાં સ્પાઈનું કામ કરશે આ App, આજે જ કરો ડાઉનલોડ

હંમેશા એવું થાય છે કે કોઈ પણ તમારા ફોનને લઈ લે છે અને પછી તેમાં અલગ-અલગ વેબસાઈટ ખોલવા લાગે છે. જોકે, હંમેશા આપણે ફોન લેનાર વ્યક્તિને કશું કહી શકતા નથી કે મારો ફોન યુઝ કરશો નહીં. તો ઘણી વખત એવું થાય છે કે તમને તમારા ફોનનો મિસયુઝ થવાનો ડર પણ લાગતો હોય છે. આજે આ સમસ્યામાંથી બહાર નિકળવા માટે તમને આ એપની માહિતી આપીશું. જેની મદદથી તમે સરળતાથી જાણી શકશો કે કોણ તમારા ફોનને અડી રહ્યું છે અને તમારા ફોનમાં શું-શું સર્ચ કર્યુ છે અથવા કયો ફોટો અને વીડિયો જોયો છે.

એટલું જ નહીં, ઘણી વખત એવુ થાય છે કે ફોન જોવાના બહાને કોઈ વ્યક્તિ તમારા કોન્ટેક્ટમાં જતો રહે છે અને પૂછ્યા વિના બીજાનો નંબર નિકાળી લે છે અથવા ગેલેરીમાં જઈને તમારા ફોટાની સાથે અજુગતુ કરી નાખે છે. આ સમસ્યામાંથી બહાર નિકાળવા માટે અમે આ એપની માહિતી તમને આપી રહ્યાં છે. આ એપનું નામ છે Secret Video Recorder. આ એપને તમે ગૂગલ પ્લે  સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકો છો.

Secret Video Recorder દ્વારા તમારા ફોનમાં થતી હરકતોને તમે સરળતાથી નિહાળી શકશો. જો બીજો કોઈ વ્યક્તિ તમારા ફોનમાં કઈ પણ ઉંધુ-સીધુ કરશે તો સરળતાથી તમે તેને પકડી શકો છો. જોકે, તેના માટે એપનું લોન્ગિંગ કરી Video Recorderને ઑન કરવુ પડશે. જોકે, જ્યારે તમારો કોઈ ફોન અડે ત્યારે જ તેના રેકોર્ડને ઑન કરો. ત્યારબાદ તમારા હાથમાં જ ફોન આવતા તેને ઑફ કરી દો અને પછી રેકોર્ડને ઑન કરીને જોઈ શકો છો કે તમારા ફોનમાં કઈ-કઈ એપ, ફોટો  અને વીડિયો ઓપેન કરવામાં આવી છે.

Related posts

એલર્ટ ! ભારતમાં પહેલીવાર, એક જ દિવસમાં Corona સંક્રમણનો આંકડો 700ને પાર

Bansari

1930 બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે મોટી તબાહી, માથાદીઠમાં આવકમાં થશે ઘટાડો

Pravin Makwana

યુરોપિયન સ્પેસ એજન્સીનો ચોંકાવનારો રિપોર્ટ, એન્ટાર્કટિકામાં સર્જાઈ છે વિકટ પરિસ્થિતિ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!