પતંગને આકાશમાં લહેરાવવાનો આનંદ તો બધા લે છે પણ તેની પાછળ આ લોકોની લાગે છે મહામહેનત

મકર સંક્રાતીને થોડા દિવસો બાકી છે. ત્યારે પતંગના કારીગરો પતંગ બનાવામાં વ્યસ્ત બની ગયા છે. અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં ખૂબજ મોટા પ્રમાણમાં પતંગ તૈયાર કરવામાં આવે છે. ઉતરાયણ એટલે પતંગનું પર્વ પતંગના આ પર્વ માટે મહિનાઓ પહેલા તૈયારી શરૂ થઇ જતી હોય છે. ખાસ કરીને પતંગો બનાવાની કામગીરી ઉતરાયણના ચાર મહિના પહેલા શરુ કરી દેવામા આવે છે.

રાજ્યના અન્ય શહેરની જેમ અમદાવાદમા પણ પતંગના કારીગરો છે જે વિવિધ પ્રકારના પતંગ બનાવાની કામગીરી કરે છે. પેઢી દર પેઢી આ વ્યવસાય કરવામા આવે છે. પતંગ બનાવી રોજગારી મેળવે છે. અમદાવાદમા જમાલપુર શાહપુર કાલુપુર જેવા વિસ્તારમાં પતંગ બનાવામા આવે છે.જેમા જમાલપુરમા સૌથી વધુ લોકો પતંગ બનાવની કામગીરી કરે છે. અહીં બનેલા પતંગોનું રાજ્યના વિવિધ ભાગમાં વેચાણ થાય છે.

પતંગ બનાવાની કામગીરી સહેલી નથી.રંગીન કાગળો લાવી તેને કાપવામા આવે છે. કાગળ ખોટો કપાઇ જાય તો તે નકામા થઇ જાય છે.કાગળ કાપી ઢઢો તૈયાર કરાય છે. પછી કમાન અને ત્યારબાદ પટ્ટી લગાવામા આવે છે. પ્લાસ્ટીક તેમજ કાગળના નાના-મોટા રંગબેરંગી પતંગ બનાવામા આવે છે. પતંગના કાગળ હૈદરાબાદ, દીલ્હી, પુનાથી મંગાવામા આવે છે. રો મટીરીયલના ભાવમા વધારો થયો હોવાથી આ વર્ષે પતંગની કિંમતમાં 15થી 20 ટકાનો વધારો થયો છે. ઉતરાયણ પહેલા માલ બજારમાં પહોંચાડી દેવાનો હોવાથી હાલ કારીગરો ઓર્ડર પુરો કરવા મહેનત કરી રહ્યા છે. તેઓને એ વાતનો આનંદ છે કે તેઓના પતંગ આકાશમાં ઉડશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter