GSTV
Gujarat Government Advertisement

Big News : PM મોદીનો મહત્વનો નિર્ણય, 18 વર્ષથી ઉપરના તમામ લોકોને 1 મેથી અપાશે વેક્સિન

Last Updated on April 19, 2021 by Dhruv Brahmbhatt

દેશમાં વેક્સિનેશનને લઈને મોટા સમચાર આવી રહ્યા છે. કોરોના સંક્રમણના કહેર વચ્ચે પીએમ મોદીએ કોરોના પરની બેઠકમાં નિર્ણય લેતાં 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને પણ 1 મેથી વેક્સિન લગાવવામાં આવશે. કોરોના સંક્રમણ સામે રક્ષણ આપવા વેક્સિનેશને જોર આપવામાં આવી રહ્યું છે. દેશમાં કોરોના રસીકરણ ચાલુ કરાયા પછીથી અત્યાર સુધીમાં 12,38,52,566 લોકોમાં વેક્સિનેશન થયું.

દેશમાં કોરોના વેક્સિનના પ્રથમ તબક્કામાં ડોક્ટરો સહિત કોરોના વોરિયર્સને વેક્સિનેશન અપાયું હતું. જે પછીથી બીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના લોકોને તેમજ 45 વર્ષથી વધુ વયના પરંતુ જેઓને બીમારી હોય તેઓને વેક્સિન આપવામાં આવી હતી. હવે ત્રીજા તબક્કામાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે.

દેશમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. દુનિયા ભરના છેલ્લા સપ્તાહના 30 ટકા કેસ ફક્ત ભારતમાં વધ્યા છે. આ સાથે ભારતમાં જ છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં 64 ટકાનો વધારો થયો છે. ભારતમાં છેલ્લા સપ્તાહ દરમિયાન કોરોનાના કુલ 1489304 કેસ નોંધાયા છે. જે છેલ્લા સપ્તાહમાં 64 ટકાનો વધારો બતાવે છે. અમેરિકામાં સપ્તાહમાં 2 ટકા કેસના વધારા સાથે કુલ 491299 નવા કેસ વધ્યા છે. જ્યારે બ્રાઝિલમાં 455128 નવા કેસમાં વધારો થયો છે પરંતુ છેલ્લા સપ્તાહમાં -7ટકાનો ઘટાડો થયો છે. તૂર્કીમાં 17 ટકાનો વધારો થઈને 414312 નવા કેસ નોંધાયા છે. ફ્રાંસમાં છેલ્લા સપ્તાહમાં 236397 નવા કેસ વધ્યા છે. આમ દુનિયા ભરના છેલ્લા સપ્તાહના 30 ટકા કેસ ફક્ત ભારતમાં વધ્યા છે.

છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 2.73 લાખ નવા કેસ સામે આવ્યા

કોરોના મહામારી દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આ ઉપરાંત મોતનો આંકડો પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.73 લાખ નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 1600થી વધુ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છો. હવે દૈનિક 2 લાખથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે.

દેશમાં અત્યાર સુધી કુલ 1,50,61,919 કોરોના કેસ નોંધાઇ ચુક્યા

સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 2,73,810 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેની સાથે જ કુલ કેસોની સંખ્યા 1.5 કરોડ ઉપર જતી રહી છે. દેશમાં અત્યાર સુધી કુલ 1,50,61,919 કોરોના કેસ નોંધાઇ ચુક્યા છે. આ ઉપરાંત કોરોના દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1,619 દર્દીને ભરખી ગયો છે. તેની સાથે જ મૃત્યુઆંક પણ 1,78,769એ પહોંચ્યો છે. દેશમાં સાજા થવાના દરમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. નવા કેસોની સામે ડિસ્ચાર્જ થનાર દર્દીની સંખ્યા ખૂબ જ ઓછી છે.

કોરોના

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.73 લાખ નવા કેસ સામે આવ્યા

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!