GSTV

અમદાવાદમાં રોજના 50થી વધુ લોકો બની રહ્યાં છે ઇ-ચિટિંગનો ભોગ, ફરિયાદોને ઉકેલવા પોલીસ સ્ટાફનો અભાવ

સાઇબર

Last Updated on July 26, 2021 by Dhruv Brahmbhatt

બદલાતા સમય સાથે સાયબર ક્રાઈમની ગુનાખોરી સતત વધી રહી છે અને દરરોજ 50થી વધુ ફરિયાદો વધી રહી છે તેને ઉકેલવા માટે પૂરતો પોલીસ સ્ટાફ નથી.

Cyber crime
Cyber Attack Crime

સાયબર ક્રાઈમ બ્રાન્ચ હોવા છતાં પોલીસ સ્ટેશનોમાં કર્મચારીઓને તાલીમ અપાઇ રહી છે

આ કારણે પરિસ્થિતિ એ સર્જાઈ છે કે, સાયબર ક્રાઈમ બ્રાન્ચ હોવા છતાં પોલીસ સ્ટેશનોમાં કર્મચારીઓને સાયબર ક્રાઈમની તાલીમ આપવામાં આવી રહી છે. જો કે, સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ સ્ટેશનોમાંથી એક-એક કર્મચારીને દોઢ મહિના માટે મોકલાય છે તેમાં ટ્રેનિંગના ઠેકાણા આવતાં નહીં હોવાની ફરિયાદો ઉઠી છે.

પોલીસ તંત્રમાં ચર્ચા છે કે, સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં તાલીમ માટે પોલીસ સ્ટાફને મોકલાયટ છે પણ તાલીમ આપનારૂં કોઈ હોતું જ નથી. જો કે, સાયબર ક્રાઈમ બ્રાન્ચના અિધકારીઓ તાલિમ નિયમીતપણે ચાલતા હોવાનો દાવો કરે છે.

કોરોના કાળથી સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં અચાનક જ ઉછાળો આવ્યો. સાથોસાથ,  છેતરપિંડીના ગુના આચરતા તત્વોને પરિસિૃથતિને કારણે જાણે મોકળું મેદાન મળી ગયું છે.

કોરોના કાળમાં ઓનલાઈન ખરીદ- વેચાણનું પ્રમાણ એ હદે વધ્યું કે, બીજા રાજ્યોમાં બેસીને ઈ-ચિટિંગ આચરનારાં તત્વોને જાણે મોકળું મેદાન મળી ગયું છે. આ કારણે અમદાવાદ શહેરમાં ઈ-ચિટિંગનો ભોગ બનેલા 50થી વધુ લોકોની અરજીઓ પોલીસને મળી રહી છે.

આ સિૃથતિમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ માટે આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એટલી મોટી સંખ્યામાં ફરિયાદો થઈ રહી છે કે, પોલીસ સ્ટેશનોમાંથી એક-એક પોલીસ કર્મચારીને તાલીમ આપવામાં આવી રહી છે. શહેરના 48 પોલીસ સ્ટેશનમાંથી બે-બે મહિનાની ટ્રેનિંગ માટે બેચ મુજબ તાલીમ અપાઈ રહી છે.

જો કે, પોલીસ સ્ટેશનોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે, છેલ્લા કેટલાક સમયથી પોલીસ સ્ટેશનોમાંથી ડજતાં પોલીસ કર્મચારીઓને તાલીમ આપવામાં ઠાગાઠયા થઈ રહ્યાં છે.

cyber crime

સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં તાલીમ માટે પોલીસ કર્મચારી જાય છે પણ દિવસભર બેઠાં રહીને પાછા ફરવાનો વખત આવે છે. ખાસ કરીને રથયાત્રાની તૈયારી શરૂ થઈ ત્યારથી તાલીમનું શેડયૂલ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ચૂક્યું છે અને અને તાલીમના કોઈ ઠેકાણા નથી. તાલીમના બદલે બેઠા રહેવાનો વખત આવતો હોવાથી પોલીસ કર્મચારીઓ કંટાળી રહ્યાં છે. 

બીજી તરફ, પોલીસ સ્ટેશનોમાં સાયબર ક્રાઈમ અંગેની અરજીઓ આવે ત્યારે તપાસ માટે કહેવામાં આવશ ત્યારે તાલીમ વગર તપાસ શું કરવી? એ મુદ્દો પોલીસ કર્મચારીઓને સતાવી રહ્યો છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચ હોવા છતાં સાયબર ક્રાઈમ એટલી હદે વધ્યું છે કે, પોલીસ સ્ટેશનમાંથી એક-એક કર્મચારીને તાલીમ આપવી ફરજીયાત બની ચૂકી છે.

સાયબર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો કહે છે કે, શહેરના પોલીસ સ્ટેશનોમાંથી આવતા પોલીસ કર્મચારીઓને તાલીમ આપવાની કામગીરી ચાલી રહી છે. બે મહિનાના સેશનમાં પોલીસ કર્મચારીને તાલીમની કામગીરી નિયમીત ચાલતી હોવાનો દાવો અિધકારી સૂત્રો કરે છે.

જો કે, સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ડીસીપી, એસીપી, છ પીઆઈ અને છ પીએસઆઈ ઉપરાંત પોલીસ કર્મચારી મળી કુલ 100નો સ્ટાફ પણ થતો નથી. સાયબર ક્રાઈમ સતત વધી રહ્યું છે ત્યારે ખાસ ઉભી કરાયેલી બ્રાન્ચમાં પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે તો શહેરના પોલીસ સ્ટેશનોમાં પણ તાલીમબધૃધ સ્ટાફ ઉભો થાય તો સાયબર ક્રાઈમના ગુના ઉકેૈલવ ાઉપરાંત જનજાગૃતિ કેળવવા સહિતની કામગીરી વેગવાન બની શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari

ગણપતિ વિસર્જનની પોસ્ટ શેર કરી ટ્રોલ થયા શાહરુખ ખાન, ભડકેલ કટ્ટરપંથીઓએ એક્ટર યાદ કરાવ્યો ધર્મ

Damini Patel

સોનુ સૂદ ભરાશે/ કરોડોની કરચોરીને લગતા મળ્યા પુરુવા, ઇનકમ ટેક્સ ડિપાર્ટેમેન્ટ લગાવ્યા આ પાંચ ગંભીર આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!