GSTV
Home » News » GSTVના રિયાલીટી ચેક દરમ્યાન દર વર્ષની માફક પ્રિ-મોન્સૂન એક્ટિવિટી કાગળ પર

GSTVના રિયાલીટી ચેક દરમ્યાન દર વર્ષની માફક પ્રિ-મોન્સૂન એક્ટિવિટી કાગળ પર

જામનગર મહાનગરપાલિકા દ્વારા 8 મે થી પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. જુદા જુદા દસ ભાગમાં વિભાજીત કરી. જેમાં મોટી કેનાલો અને મોટી ગટરોમાંથી પાણી કાઢી અને વરસાદના સમયે તેમાં પાણીનો નિકાલ વ્યવસ્થિત થઈ શકે તેવા ઉદ્દેશથી આ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ GSTV ની ટીમ દ્વારા રિયાલિટી ચેક સમયે શહેરની મોટાભાગની કેનાલોમાં સફાઈ કામગીરી તો કરવામાં આવી છે. પરંતુ નક્કર કામગીરી ન થવાના કારણે એક જ સપ્તાહમાં કેનાલો ફરીથી હતી તેવી સ્થિતિમાં મુકાઈ ગઈ છે.

જામનગર મનપા દ્વારા દર વર્ષની જેમ પ્રી-મોન્સૂન એક્ટિવિટી કરવામાં તો આવે છે. પરંતુ ખાલી એક ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવતી હોય તેવું વિદિત થઈ રહ્યું છે. ચોમાસા પહેલા જ શહેરમાં કેનાલોની સ્થિતિ ખૂબ જ ગંભીર બની જશે તેવો ભય લોકોમાં ફેલાયો છે. શહેરીજનોને ઊઠવા પામતી ફરિયાદોનો અનુસાર કેનાલમાં કચરો ભરાવાના કારણે ત્યાં ગંદકી થાય છે જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે.

વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી કે ફક્ત કાગળ પર જ બતાવવામાં આવે છે. નક્કર કામગીરી થાય તે માટે વિપક્ષ દ્વારા પણ જામનગર મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆતો કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 10 જૂનના રોજ પ્રિમોન્સૂન એક્ટિવિટી પૂર્ણ કરવામાં આવશે.

જામનગર શહેરની કેનાલોની સ્થિતિ જોતા એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે દિવસો ખૂબ જ ટૂંકા વધ્યા છે અને કામગીરી ઘણી બધી બાકી છે. વધુ વરસાદ કે વાવાઝોડા જેવી આપાતકાલીન સ્થિતિમાં શહેરની કેનાલો જો ચોખ્ખી હશે તો પાણીનો નિકાલ સારી રીતે કરી કરી શકાશે.

READ ALSO

Related posts

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!