GSTV
Life Relationship Trending

લવ મેરેજ કરતા પહેલા પાર્ટનરમાં આ બાબતોની ચકાસણી ખાસ કરી લેજો, નહીં તો સંબંધોમાં તીરાડ પડતા વાર નહીં લાગે

સં

જ્યારે તમે કોઈના પ્રેમમાં હોવ ત્યારે તમારા પ્રેમીની સારી ખોટી તમામ ટેવો પસંદ આવે છે. બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હોય ત્યારે સારી ખોટી ટેવોને પ્રેમથી વધાવી લેતા હોય છે. પરંતુ આ પ્રેમી પાર્ટનરો જ્યારે લગ્નના બંધનમાં બંધાઈ જાય ત્યારે સંબંધોની સાથે સાથે એકબીજા પ્રત્યેના વર્તન-વહેવારમાં પણ ઘણા બધા બદલાવ આવવા લાગે છે. ઘણી વખત આવું પરિવર્તન પ્રેમી જોડાનું જીવન સાવ નિરસ બનાવી દે છે અથવા તો કડવાહટની છાંટ તેમાં ઉમેરાઈ જાય છે. એકબીજા સાથે જોયેલા સપનાઓ પૂરા ન થવા પાછળ ઘણાં બધા કારણો હોય છે. લગ્ન પહેલાં જવાબદારીઓનો બોજ નથી હોતો ફક્ત સપનાંઓની દુનિયા હોય છે. પરંતુ લગ્ન પછી એ જ પ્રેમી કપલમાં હકિકતની દુનિયામાં જીવવાનું થાય છે. ત્યારે એકબીજાની બુરાઈઓ નજરે આવે છે. આવું મોટે ભાગે ત્યારે થાય છે જ્યારે તેમની એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ પૂરી થતી નથી. આવું મોટાભાગે લવ મેરેજ કરતા કપલ્સ સાથે જોવા મળે છે. ઘર સંભાળવાની જવાબદારી મોટે ભાગે છોકરીઓના ખભા પર હોય છે. તો જો તમે જલ્દી લવ મેરેજ કરવાનું વિચારી રહ્યા છો, તો સૌથી પહેલા તમારી જાતને આ 5 પ્રશ્નો જરૂરથી પૂછજો.

શું તમારો પાર્ટનર મેચ્યોર છે?

લવ મેરેજ કરતી દરેક યુવતીએ પહેલો પ્રશ્ન પોતાની જાતને એ પૂછવો જોઈએ કે શું તેનો પ્રેમી કહેતાં ભાવિ જીવનસાથી એટલો પરિપક્વ છે કે તે લગ્ન પછી તમામ જવાબદારીઓનું વહન કરી શકે છે? જીવનના નાના-મોટા નિર્ણયો સમજદારીપૂર્વક લેવા માટે સક્ષમ છે. જો તે આમ કરવામાં નિષ્ફળ હોય તો ભવિષ્યમાં તમારા લગ્નજીવનને અસર કરી શકે છે.

કાચા કાનનો તો નથી

લગ્ન પહેલા ઈમ્પ્રેસ કરવા માટે જે છોકરો તમારા માટે ચંદ્ર-તારાઓ તોડી લાવવાની વાતો કરતો હોય તે લગ્ન પછી પત્નીને ઘરકામમાં મદદ કરવામાં એવું વિચારીને સંકોચ અનુભવતો હોય કે આવું કરીશ તો લોકો શું વિચારશે. તો સમજી લેવું કે છોકરો કાચા કાનનો છે. જો તમે બંને જોબ કરતા હોવ તો આ બાબતે અગાઉથી ચર્ચા કરો. જેથી કરીને તમારા લગ્નજીવનને કોઈ અસર ન થાય.

કેટલો કેયરિંગ પર્સન છે

લગ્ન પછી, ઘણા યુગલોને એવું લાગવા લાગે છે કે તેઓ બંધાઈ ગયા છે અથવા હવે કોઈ બીજાના કંન્ટ્રોલમાં રહેવું પડે છે. પોતાની ઈચ્છા મુજબ કોઈ જીવી શકાતું નથી. લગ્ન પછી શરૂઆતમાં દરેકને એકબીજા સાથે એડજસ્ટ થવામાં થોડી મુશ્કેલી પડે છે. મિત્રો અને સંબંધીઓ પણ આવા વિચારને હસી મજાક સાથે પ્રોત્સાહિત કરે છે. પરંતુ આ બધી બાબતોનો સામનો કરવા માટે તમારે લગ્ન પહેલા એ જાણવું ખૂબ જ જરૂરી છે કે શું તમારો પાર્ટનર આવા સમયે ધીરજ રાખવાની કોશિશ કરશે ખરો કે જે લોકો નિયંત્રણ કહે છે તે ખરેખર કોઈની પરવા ચિંતા છે.

તમારા ટેસ્ટ સાથે એડજસ્ટ થવા તૈયાર છે કે કેમ

લગ્ન પછી એક નવા જ વાતાવરણમાં સેટ થવાનું હોય છે. ત્યારે નવા ઘરમાં, નવા ખોરાક, નવી રહેવાની આદતોને લીધે તમે તમારી જાતને તેમાં તાત્કાલિક ઢાળી ના શકો. તેથી ક્યારેક તમારા અનુસાર ખોરાક તૈયાર કરીને બધાને ખવડાવો. એનાથી તેઓ પણ તમારા સ્વાદ અને પસંદગી વિશે પણ જાણી શકે. પરંતુ લગ્ન પહેલાથી જ તમારા પાર્ટનરને ચેક કરો કે તે તમારા ટેસ્ટ સાથે એડજસ્ટ થવા તૈયાર છે કે કેમ.

શું તમારા માતા-પિતા પણ પ્રેમ કરે છે

મોટેભાગે છોકરીઓ પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે લગ્ન પછી છોકરાના પરિવાર સાથે સારી રીતે રહે. તેને પોતાનો પરિવાર માને. પરંતુ લગ્ન પહેલા તમારે તમારી જાતને પૂછવું જોઈએ કે શું તમે પણ તમારા જીવનસાથી પાસેથી એવી અપેક્ષા રાખી શકો છો. મોટેભાગે એવું ન થવા પર સંબંધો લાંબા સમય સુધી ચાલી શકતા નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ભાજપનો નીતીશ સરકાર પર સાંસ્કૃતિક પોલિસિંગનો આરોપ, બિહાર સરકારના પ્રધાને આરોપોને ફગાવ્યા

Kaushal Pancholi

ચાણક્ય નીતિ: આ રીતે કરો પૈસાનો ઉપયોગ, સંકટ સમયે પણ ખુશ રહેશો

Kaushal Pancholi

VIDEO / મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારી ફરી વિવાદોમાં, ચપ્પલ પહેરી શહીદોને આપી શ્રદ્ધાંજલિ

Kaushal Pancholi
GSTV